રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ વિભાગ માટે કુલ 32 હજાર 719 કરોડની જોગવાઈ, વિદ્યાર્થીઓને ફ્રીમાં આપશે ટેબ્લેટ(Tablet)

ગાંધીનગર, 03 માર્ચઃ ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું બજેટ છે. અનેક ક્ષેત્રોને લઇને મોટી જાહેરાતો કરવામાં આવી છે. રોજગારથી લઇને કૃષિ સુધી સરકારે લ્હાણી કરી છે ત્યારે બજેટમાં શિક્ષણ ક્ષેત્ર માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. રૂપાણી સરકારે શિક્ષણ વિભાગ માટે કુલ 32,719 કરોડની ફાળવણી કરી છે. કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવતાં અંદાજીત ત્રણ લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ (Tablet)આપવા 200 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યની 2000 પ્રાથમિક શાળાઓ ખાતે વીજળીકરણ અને પીવાના પાણીની સુવિધા માટે 72 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
- રાઇટ-ટુ-એજયુકેશન એક્ટ અંતર્ગત રાજયમાં ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે ૫૬૭ કરોડની જોગવાઈ.
- મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓને ટયુશન ફી તથા હોસ્ટેલ અને ભોજન ખર્ચમાં શિષ્યવૃત્તિ સહાય રૂપે રાહત પૂરી પાડવા માટે ૨,૮૭ કરોડની જોગવાઈ.
- ૧૧ લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓને એસ.ટી. બસ ફી પાસ કન્સેશન માટે ૨૨૦૫ કરોડની જોગવાઈ.
- કોલેજમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવતા અંદાજીત ત્રણ લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ(Tablet) આપવા 200 કરોડની જોગવાઈ.
• ક્યાત નિવાસી શાળાઓ જેવી કે, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, મોડેલ સ્કૂલ અને આશ્રમ શાળા ખાતે ઉત્તમ પ્રકારનું નિવાસી શિક્ષણ મળે તે હેતુથી વિશાળપાયે માળખાગત સુવિધાઓ ઊભી કરવાની યોજના માટે ૨૮૦ કરોડની જોગવાઈ. રાજ્યની ૨૦૦૦ પ્રાથમિક શાળાઓ ખાતે વીજળીકરણ અને પીવાના પાણીની સુવિધા માટે ૨૭૨ કરોડની જોગવાઈ,
- માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા તમામ ઓગણીસ લાખ કરતાં વધુ વિધાર્થીઓને વિના મૂલ્ય પાઠયપુસ્તકો પૂરાં પાડવા ૨૬૫ કરોડની જોગવાઇ.
- જે બાળકોના ઘરનું અંતર તેમની શાળાથી ૧ કીલોમીટર કરતાં વધુ હોય તેવા દોઢ લાખથી વધુ બાળકોને વાહનવ્યવહારની સુવિધા આપવા માટે ૨૬૦ કરોડની જોગવાઇ.
- આ ઉપરાંત બાળકોના સર્વગ્રાહી વિકાસ સાથે ઉત્તમ શિક્ષણ પ્રદાન કરવા માટે 3400 શાળાઓમાં જરૂરી તમામ સુવિધાઓ વિકસાવવા પાંચ વર્ષ માટે 1207 કરોડનું આયોજન કરાયું છે. 11 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓને એસ.ટી. બસ ફ્રી પાસ કન્સેશન માટે 205 કરોડની જોગવાઈ છે.
આ પણ વાંચો…

