રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી તારીખ જાહેર કરવામાં આવી, 21 અને 28 ફેબ્રુઆરી એમ બે તબક્કામાં યોજાશે ચૂંટણી- 1 ફેબ્રુઆરીએ જાહેરનામુ થશે પ્રસિદ્ધ

voting 200

ગાંધીનગર, 23 જાન્યુઆરીઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે. રાજ્યમાં કોરોના કાળના તમામ તૈયારીઓ સાથે મહાનગરપાલિકાઓની નગરપાલિકા 21 ફેબ્રુઆરી અને 28 ફેબ્રુઆરીએ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે. 5 માર્ચે જિલ્લા અને તાલુક પંચાયતના પરિણામો થશે જાહેર. 21 ફેબ્રુઆરીએ મહાનગર પાલિકા અને નગરપાલિકાની ચૂંટણીઓ યોજાશે. 28 ફેબ્રુઆરી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ યોજાશે.અ હીં બે તબક્કામાં યોજાશે ચૂંટણી. 6 મનપા, 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયતમાં ચૂંટણીઓ યોજાશે.

ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તારીખ જાહેર કરી દીધી છે. રાજ્ય ચુંટણી આયોગના કમિશનર દ્વારા ચૂંટણીની તારીખો જાહેર થઈ છે. ચૂંટણી પંચ દ્વારા બે તબક્કામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આયોજિત થાય તેવી અગાઉથી સંભાવના હતી. પ્રથમ તબક્કે મહાનગરપાલિકા અને નગરપાલિકાની ચૂંટણી અને બીજા તબક્કામાં જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાશે. બે તબક્કામાં યોજાનાર આ ચૂંટણીની મતગણતરી એક સાથે કરવામાં આવશે. 91 હજાર 700થી વધુ ઈવીએમનો ઉપયોગ થશે, રાજ્યમાં આજથી લાગૂ થઈ જશે આચારસંહિતા, અહીં બે તબક્કામાં યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત ત્રીજો મોરચો પણ અસ્તિત્વમાં આવી રહ્યો છે. ત્યારે આગામી સમયમાં ગુજરાતની આ સ્થાનિક ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ યોજાશે.

પ્રથમ તબક્કામાં મહાપાલિકાની ચૂંટણી આયોજિત થશે. રાજ્યની 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતો, 83 નગરપાલિકાઓ અને 6 મહાનગરપાલિકાઓ મુદ્દત પૂર્ણ થઈ જતાં હાલ વહીવટદાર શાસન છે. તો બીજી તરફ કોરોના કાળમાં આ ચૂંટણી જીતવા ભાજપ અને કોંગ્રેસે છેલ્લા એક મહિનાથી કવાયત હાથ ધરી છે. ઉમેદવારો નક્કી કરવા માટે નિરીક્ષકોની નિમણૂંક સહિતની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. બન્ને પક્ષો હાલ ચૂંટણી જાહેર થવાની રાહ જોઈ રહ્યાં હતા. કોરોનાના લીધે એક તબક્કે બન્ને પક્ષોમાં મતદાન પર અસર થવાનો ડર પણ વ્યાપેલો છે.

Whatsapp Join Banner Guj

છેલ્લા કેટલાંક સમયથી ચૂંટણી આયોગ જાહેર રજા સિવાય બાકીની તમામ રજાઓમાં કચેરીમાં કામકાજ ચાલુ રાખીને ચૂંટણીલક્ષી તૈયારી કરી રહ્યું છે. હાલ ચૂંટણીની તૈયારીનો અંતિમ પડાવમાં હોવાથી કચેરીમાં કામકાજ પણ પુર જોશથી કરવામાં આવી રહ્યું છે. છેલ્લા દસ દિવસથી ભાજપ સરકારે ઉદઘાટનો, નિર્ણયો અને નીતિવિષયક જાહેરાતોની ભરમાર લગાવી દીધી છે. ભાજપ, કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો પણ રણનીતિ ઘડવામાં વ્યસ્ત છે. કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કરવાની થતી તૈયારીઓ, પોલીસ સ્ટાફ, મતદાન મથકો, ચૂંટણી સ્ટાફ વગેરે બાબતો પર પરામર્શ કરવામાં આવ્યો હતો. બે તબક્કામાં યોજાનારી આ ચૂંટણીની મતગણતરી તો એકસાથે કરવામાં આવશે.

ગુજરાતમાં 8 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે. ત્યારે રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે તો રાજ્ય ચૂંટણીપંચ દ્વારા પણ આ અંગેની સમીક્ષા પૂર્ણ કરી દેવામાં આવી છે. કોરોના સંક્રમણ વચ્ચે ચૂંટણી યોજવાની થતી હોવાથી મતદાન મથકોએ ચૂંટણી સ્ટાફ પોલીસને ફેસશીલ્ડથી માંડીને સેનિટાઇઝર આપવામાં આવશે. મતદાન મથકોમાં મતદારો માટે સેનિટાઇઝરની વ્યવસ્થા ગોઠવવામાં આવશે

GEL ADVT Banner

આ પણ વાંચો…

સોનુ સૂદ હવે બ્લડ કેન્સરના દર્દીઓ માટે આગળ આવ્યો, ફેન્સને સ્ટેમ સેલ ડોનેટ કરવા કહ્યું- NGO સાથે જોડાઇને કરી આ કાર્યની શરુઆત