Ravindra Jadeja Joined BJP: રવિન્દ્ર જાડેજાએ હવે રાજકારણમાં કરી એન્ટ્રી, રિવાબાએ આપી જાણકારી
જામનગરથી ભાજપના ધારાસભ્ય રિવાબા જાડેજાએ આ અંગે સોશિયલ મીડિયા પર માહિતી શેર કરી
અમદાવાદ, 05 સપ્ટેમ્બરઃ Ravindra Jadeja Joined BJP: ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ હવે રાજકારણમાં એન્ટ્રી કરી છે. તેઓ ભારતીય જનતા પાર્ટી (BJP)ના સભ્ય બન્યા છે. જામનગરથી ભાજપના ધારાસભ્ય રિવાબા જાડેજાએ આ અંગે સોશિયલ મીડિયા પર માહિતી શેર કરી હતી. તેમણે ‘X’ પોસ્ટ કરીને લખ્યું કે, ‘રવિન્દ્ર જાડેજાએ ભાજપનું સભ્યપદ ગ્રહણ કર્યું છે.’
🪷 #SadasyataAbhiyaan2024 pic.twitter.com/he0QhsimNK
— Rivaba Ravindrasinh Jadeja (@Rivaba4BJP) September 2, 2024
નોંધનીય છે કે, રવિન્દ્ર જાડેજાએ તાજેતરમાં T20 વર્લ્ડ કપ 2024 બાદ ઈન્ટરનેશનલ T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. ભારતીય ક્રિકેટ રવિન્દ્ર જાડેજાએ પત્ની રીવાબા સાથે અનેક વખત ચૂંટણી પ્રચારમાં જાડાય છે. ચૂંટણી દરમિયાન તેઓ પત્ની રીવાબા સાથે ભાજપ માટે પ્રચાર કરતા જોવા મળ્યા હતા, તેમણે ઘણાં રોડ શો પણ કર્યા.
આ પણ વાંચો:- Sexed seamen in cattle: પશુઓમાં સેક્સડ સીમેન ડોઝથી કૃત્રિમ બીજદાનની ફી ઘટાડીને રૂ. 50 કરાઈ
રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જામનગર ઉત્તર બેઠક પરથી ધારાસભ્ય છે. હવે રવિન્દ્ર જાડેજાએ ભાજપનું સભ્યપદ લીધું છે. T20 વર્લ્ડ કપ 2024 બાદ રીવાબા અને રવિન્દ્ર જાડેજાએ ટીમ ઈન્ડિયાની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ટીમ ઈન્ડિયા માટે રવિન્દ્ર જાડેજાનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે. તેમનો આંતરરાષ્ટ્રીય રેકોર્ડ સારો રહ્યો છે. રવિન્દ્ર જાડેજાએ T20 વર્લ્ડ કપ 2024 પછી T20 ઇન્ટરનેશનલ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.