JMC Fifing

જામનગરના રણજીતસાગર રોડ નજીક ઈવા પાર્કમાં વહેલી સવારે ફાયરીંગની ઘટના થી ચકચાર મચી જવા પામી હતી.

અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર,૨૮ જાન્યુઆરી:
ભાજપના અગ્રણી હસમુખભાઈ પેઢરીયા ના ભાઈ જયસુખ ઉર્ફે ટીના પેઢડિયા નામના પટેલ યુવાન પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું અજાણ્યા શખ્સો ફાયરિંગ કરી ફરાર થતા પોલીસ દ્વારા જામનગરમાં નાકાબંધી કરવામાં આવી અને અનેક લોકો ના નિવેદનો લેવામાં આવી રહ્યા છે.

Whatsapp Join Banner Guj

ઇજાગ્રસ્ત થયેલ યુવાનને જયસુખ ને હોસ્પિટલ સારવારમાં ખસેડાયો જ્યાં તેની સારવાર કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાને લઇને તપાસનો ધમધમાટ અનેક સીસીટીવી કેમેરા ચેક કરી ફાયરિંગ કરનારા શખ્સો ને ગોતવા કામગીરી શરૂ કરવામાં આવી છે ઇજાગ્રસ્ત યુવાન જયસુખના ભાઈ હસમુખ સાથે અગાઉ ભુમાફિયા જયેશ પટેલ સાથે મનદુઃખ હતું તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

JMC firing 2

આ પણ વાંચો…હજી રાજ્યભરમાં આગામી 3 દિવસ વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગે કરી આગાહી