Public meeting Rajpipla 2 edited

આદિવાસી વિસ્તારમાં ડેમ હોવા છતાં આદિવાસીઓને પીવાનું પાણી નથી મળતું

Public meeting Rajpipla 2 edited

ઈકો સેન્સેટિવ ઝોનને લીધે આદિવાસીઓની સંસ્કૃતિ, પ્રકૃતિ ખતમ,થઇ જશે આદીવાસીઓને છેતરશે અથવા છેડશે એને અમે નહિ છોડીએ:

તમે બંદૂક ઉઠાવશો તો અમે તીર કામઠા, આદીવાસી સમાજને હથિયાર ઉઠાવવા મજબૂર ન કરશો: આમ ચૂંટણી માં ઇકો સેન્સિટિવ ઝોન નો મુદ્દો મુખ્ય રહેશે

અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા
રાજપીપલા, ૨૮ જાન્યુઆરી:
ઈકો સેન્સેટિવ ઝોન મુદ્દે વિરોધ વધી રહ્યો છે.સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે ત્યારે વિવાદ વધતા સરકારે ઈકો સેન્સેટિવ ઝોનના નામની એન્ટ્રી રદ પણ કરી દીધી છે.આ સંમેલન ને BTP ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવા. રાષ્ટ્રીય મહાસચિવ રાજ વસાવા, નર્મદા જિલ્લા BTP પ્રમુખ ચૈતર વસાવા, નર્મદા જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન બહાદુર વસાવા સહિત મોટી સંખ્યામાં કાર્યકરોની ઉપસ્થિતિમાં જંગી જાહેરસભાને સંબોધી હતી

Public meeting Rajpipla

વધુ માં મહેશ વસાવા એ આદિવાસીઓ ને જાગૃત બનવા અપીલ કરતા જણાવ્યું હતું કે મૂડીવાદીઓનું આદિવાસીઓને ખતમ કરવાનું ષડ્યંત્ર ચાલી રહ્યું છે.ભાજપ-કોંગ્રેસ એક સિક્કાની બે બાજુ છે બાપ-દીકરા છે.કોંગ્રેસે વર્ષો સુધી રાજ કરી આદીવાસીઓનું શોષણ કરી ભાજપને જન્મ આપી દીકરા તરીકે દેશનું રાજ સોંપ્યું છે.ઈકો સેન્સેટિવ ઝોનને લીધે આદિવાસીઓની સંસ્કૃતિ, પ્રકૃતિ ખતમ થઈ રહી છે, 121 ગામોને વિસ્થાપિત કરી મોટી હોટેલો, રિસોર્ટના નામે આદિવાસીઓની જમીન સરકાર હડપી લેવાનું કામ કરી રહી છે.આમ હજુ ઉમેદવારીપત્ર ભરાતા અગાઉ જ રાજકીય પક્ષો વચ્ચે નો જંગ શરુ થઇ ગયો છે

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…સરકાર PFને લઇ કરશે આ ફેરફાર, જેનાથી 40 કરોડ કર્મચારીઓને મળશે સીધો જ લાભ- વાંચો સંપૂર્ણ અહેવાલ