Transgender Identity Cards 600x337 1

Transgender Identity Cards: આણંદ જિલ્લા રાજ્ય માં સર્વપ્રથમ, ટ્રાન્સ જેન્ડર નાગરિકો ને વિશેષ ઓળખ પત્રો આપવાની શરૂઆત……

Transgender Identity Cards: આણંદ જિલ્‍લા માં પાંચ ટ્રાન્‍સ જેન્‍ડરને વિશેષ ઓળખ દશાર્વતા ઓળખપત્ર આપવાની શરૂઆત કરવામાં આવી છે…..

અહેવાલ: નિખિલેશ ઉપાઘ્યાય
આણંદ, ૧૬ જુલાઈ:
Transgender Identity Cards: સમાજમાં સામાન્‍ય સ્‍ત્રી-પુરૂષો વચ્‍ચે પણ પોતાનું જીવન સન્‍માનભેર જીવી શકે અને તેઓને પણ સરકારની વિવિધ યોજનાઓના લાભ મળતા થાય અને લોકો વચ્‍ચે જોડાઇ શકે તે માટે રાજય સરકાર દ્વારા ટ્રાન્‍સ જેન્‍ડર એકટ પ્રોટેકશન ઓફ રાઇટસ-૨૦૧૯ બહાર પાડવામાં આવ્‍યો છે. આ કાયદા અંતર્ગત રાજયમાં વસતા ટ્રાન્‍સ જેન્‍ડરના હકકો અને અધિકારોનું રક્ષણ કરવાનો મૂળ આશય છે. આ કાયદા અન્‍વયે ટ્રાન્‍સ જેન્‍ડરને તેઓના લાભ મેળવી શકે.

આણંદ જિલ્‍લામાં આ કાયદા અંતર્ગત આજે આણંદ કલેકટર કચેરી ખાતે પ્રતિકાત્‍મક રૂપે આણંદ જિલ્‍લાના પાંચ (૫) ટ્રાન્‍સ જેન્‍ડરોને (Transgender Identity Cards) સાંસદ મિતેષભાઇ પટેલ, જિલ્‍લા પંચાયત પ્રમુખ હંસાબેન પરમાર, જિલ્‍લા કલેકટર મનોજ દક્ષિણી અને જિલ્‍લા વિકાસ અધિકારી બી. જી. પ્રજાપતિના હસ્‍તે આ વિશેષ ઓળખ દર્શાવતા ઓળખપત્ર આપવામાં આવ્‍યા હતા.

આ પણ વાંચો…Gujarat Power Distribution Company: ગુજરાતની અભૂતપૂર્વ સિદ્ધિ : ગુજરાતની ચારેય વીજ વિતરણ કંપનીઓ દેશમાં પ્રથમ ક્રમે

સાંસદ મિતેષભાઇ પટેલે આ વિશેષ ઓળખપત્ર એનાયત કરી ટ્રાન્‍સ જેન્‍ડરોને પ્રોત્‍સાહિત કર્યા હતા. આ ઓળખપત્ર દ્વારા ટ્રાન્‍સ જેન્‍ડરો આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ સહિતના અન્‍ય દસ્‍તાવેજો સરળતાથી મેળવી શકશે. આણંદ જિલ્‍લામાં આ પ્રકારના ઓળખપત્ર સૌ પ્રથમ ઇસ્‍યુ કરવામાં આવ્‍યા છે.

Whatsapp Join Banner Guj

જિલ્‍લા કલેકટર મનોજ દક્ષિણીએ જિલ્‍લામાં જેમ જેમ આવી અરજીઓ મળશે તેમ આ પ્રકારના વિશેષ ઓળખપત્ર ઇસ્‍યુ કરવામાં આવશે તેમ જણાવી ટ્રાન્‍સ જેન્‍ડર્સ કોમ્‍યુનિટીને મુખ્‍ય પ્રવાહમાં ભળવામાં આ પ્રકારની પહેલ તેમને મદદરૂપ બનશે તેવી લાગણી વ્‍યકત કરી હતી.
બોરસદ નવજીવન ગ્રામ વિકાસ ટ્રસ્‍ટના મનુભાઇ ઠાકોર પણ ટ્રાન્‍સ જેન્‍ડર્સને આ માટે સહાયરૂપ થઇ રહ્યા છે.

આ પ્રસંગે જિલ્‍લા સમાજ સુરક્ષા અધિકારી રાજેશભાઇ દેસાઇ, જિલ્‍લા પ્રોબેશન અધિકારી એસ. એમ. વ્‍હોરા, બાળ સુરક્ષાના પ્રોટકશન ઓફિસર જીમી પરમાર, નિવાસી અધિક કલેકટર પી. સી. ઠાકોર ઉપસ્‍થિત રહ્યા હતા.