Gujarat Power Distribution Company: ગુજરાતની અભૂતપૂર્વ સિદ્ધિ : ગુજરાતની ચારેય વીજ વિતરણ કંપનીઓ દેશમાં પ્રથમ ક્રમે

Gujarat Power Distribution Company: ગુજરાત સરકારની ચારેય વીજ વિતરણ કંપનીઓ સર્વશ્રેષ્ઠ સેવાઓ માટે A+ (એ-પ્લસ) રેટિંગ સાથે રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ  સ્થાને

  • ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ અને તમામ વીજ કંપનીઓના અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી
  • ગૃહ અને ઉર્જા રાજયમંત્રી પ્રદિપસિહ જાડેજાએ પાઠવ્યા અભિનંદન

અહેવાલ: હિરેન ભટ્ટ
ગાંધીનગર, ૧૬ જુલાઈ:
Gujarat Power Distribution Company: ગુજરાત સરકારના ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ અંતર્ગતની ચારેય વીજ વિતરણ કંપનીઓ ; ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ, મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ, દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ અને પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડે વીજ સેવાઓ અને ગુણવત્તામાં સર્વશ્રેષ્ઠ દેખાવ કરીને સમગ્ર ભારતમાં પ્રથમ ચાર ક્રમાંક અંકે કર્યા છે. એટલું જ નહીં ભારત સરકારના વીજ મંત્રાલય દ્વારા અપાયેલા નવમા વાર્ષિક ઈન્ટિગ્રેટેડ રેટિંગમાં  A+ (એ-પ્લસ) નું સર્વોચ્ચ રેટિંગ મેળવ્યું છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સક્ષમ નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની આ ચાર વીજ વિતરણ કંપનીઓએ (Gujarat Power Distribution Company) પોતાનું સર્વોચ્ચ સ્થાન જાળવી રાખ્યું છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ જ્વલંત સફળતા અને ઉત્કૃષ્ટ દેખાવ બદલ વિશેષ સ્થાન મેળવનાર વીજ કંપની ઓના અધિકારીઓ અને તમામ કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા છે.

આ પણ વાંચો…Heavy rains forecast: છેલ્લા 24 કલાકમાં ગુજરાતના આ તાલુકમાં વરસાદ અને અગામી બે દિવસ ભારે વરસાદની આગાહી..!

ગૃહ અને ઉર્જા રાજયમંત્રી પ્રદિપસિહ જાડેજાએ રાજયની આ ચારેય કંપનીઓને (Gujarat Power Distribution Company) અભિનંદન પાઠવતા કહ્યુ કે, ઉર્જા ઉત્પાદન અને ઉર્જા વિતરણ ક્ષેત્રે ગુજરાત સરકારે કરેલ અસરકાર કામગીરી ને પરિણામે આ સિધ્ધિ હાંસલ થઈ છે. રાજય  સરકાર દ્વારા  હાથ  ધરવામાં  આવેલ દૂરંદેશી પાવર  રીફોર્મ્સ માટે લીધેલા અગત્યના  પગલાંઓ તેમજ માનનીય મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના કુશળ માર્ગદર્શન થકી રાજય સરકારની ચારેય વીજ વિતરણ  કંપનીઓ  અત્‍યાર સુધી હાથ ધરાયેલ તમામ  ઇન્ટીગ્રેટેડ રેટિંગની કામગીરીમાં સતત  મોખરાનું સ્થાન પ્રાપ્ત કરવામાં ગુજરાત સફળ રહ્યુ છે

ભારત સરકારના ઉર્જા અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રી આર.કે સિંઘે આજે નવમો વાર્ષિક ઈન્ટિગ્રેટેડ રેટિંગ રિપોર્ટ જાહેર કર્યો હતો. ઉર્જા મંત્રાલય દ્વારા ભારતના રાજ્યોની વીજ વિતરણ વ્યવસ્થાનું નિયમિત રીતે મૂલ્યાંકન કરવામાં આવે છે, જેમાં ટેકનિકલ અને કોમર્શિયલ લોસ, મૂલ્ય ક્ષમતા, આર્થિક પરફોર્મન્સ, વીજ સાતત્ય, વીજ નિયમન, સુધારણા અને સરકારી સહાયના ક્ષેત્રોની સમીક્ષા કરવામાં આવે છે.

આ વર્ષે; આજે  22 રાજ્યોની 41 વીજ કંપનીઓને ભારત સરકારના ઉર્જા મંત્રાલય દ્વારા રેટિંગ આપવામાં આવ્યા છે. ગુજરાતની ચાર વીજ કંપની વિતરણ કંપનીઓને ((Gujarat Power Distribution Company) તેમની સશક્ત સંચાલકીય ક્ષમતા અને શ્રેષ્ઠ ફાઇનાન્સિયલ પરફોર્મન્સ માટે  A+ (એ-પ્લસ) રેટિંગ આપવામાં આવ્યું છે.

Whatsapp Join Banner Guj

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાતની વીજ વિતરણ કંપનીઓએ (Gujarat Power Distribution Company) દૂરંદેશીભર્યા આયોજનથી પાવર રિફૉર્મ્સ માટે અગત્ય નાં પગલાં ભર્યાં છે. એટલું જ નહીં રાજ્ય સરકારની ચારેય વીજ વિતરણ કંપનીએ અત્યાર સુધીમાં હાથ ધરાયેલા તમામ ઈન્ટિગ્રેટેડ રેટિંગમાં સતત મોખરાનું સ્થાન જાળવી રાખવામાં સફળતા મેળવી છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતની ચારેય વીજ વિતરણ કંપની ઓના સૂત્રધારોને અભિનંદન પાઠવ્યા હતા.  ભારતની પ્રથમ પાંચ વીજ વિતરણ કંપનીઓમાં ગુજરાતની પ્રથમ ચાર કંપનીઓ ઉપરાંત હરિયાણાની દક્ષિણ હરિયાણા બીજલી વિતરણ નિગમ લિમિટેડને સ્થાન મળ્યું છે.

ભારત સરકારના ઉર્જા મંત્રાલય દ્વારા વર્ષ-2012 થી ઈન્ટિગ્રેટેડ રેટિંગ પદ્ધતિ શરૂ કરવામાં આવી છે. વીજ મંત્રાલયની શ્રેષ્ઠ ગુણવત્તા માટેની માર્ગદર્શિકા પ્રમાણે ICRA અને CARE જેવી બે સ્વતંત્ર અને સુખ્યાત ક્રેડિટ રેટિંગ એજન્સી આ કામગીરી કરે છે અને ભારતની વીજ કંપની ઓનું વાસ્તવદર્શી મૂલ્યાંકન કરે છે, જેનાથી વીજ કંપનીઓના સામર્થ્ય અને ઉણપ જાણીને  સુધારણા માટે જરૂરી આયોજન કરીને પગલાં લઈ શકાય.