Rain pic

Unseasonal rain forecast in Guj: ભરશિયાળે કમોસમી વરસાદની આગાહી, રાજ્યમાં કેટલાંક વિસ્તારોમાં થશે મેઘરાજાની એન્ટ્રી!

Unseasonal rain forecast in Guj: આજે રાજ્યના કેટલાંક વિસ્તારોમાં હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે

અમદાવાદ, 17 ડિસેમ્બર: Unseasonal rain forecast in Guj: એક તરફ રાજ્યમાં શિયાળાની ઠંડી જમાવટ કરી રહી છે તો બીજી બાજુ ભર શિયાળે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટાં પડી રહ્યાં છે. છેલ્લા કેટલાંક દિવસથી રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે કમોસમી વરસાદી ઝાપટાં પડી રહ્યાં છે. ત્યારે આજે ફરી રાજ્યના કેટલાંક વિસ્તારોમાં હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે.

આજે ફરી હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આજે અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, ભાવનગર અને ગીર સોમનાથમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તમને જણાવી દઇએ કે, હાલ અમદાવાદમાં 19 ડિગ્રી, ડીસામાં 14.5 ડિગ્રી, નલિયામાં 14.4 ડિગ્રી તો ભુજમાં 16.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જોકે 2 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો નોંધાશે.

અત્રે નોંધનીય છે કે, ગુજરાતમાં કેટલાંક દિવસથી ઠંડીની સાથે-સાથે દિવસ દરમિયાન પણ હૂંફાળા વાતાવરણનો પણ અહેસાસ થાય છે. ગુજરાતના મોટા ભાગના શહેરોમાં દિવસ અને રાત્રિનું તાપમાન નીચું જઈ રહ્યું છે. જોકે બીજી બાજુ હવામાન વિભાગે કરેલી કમોસમી વરસાદની આગાહીના પગલે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે.

હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં પણ કમોસમી વરસાદની આગાહી વચ્ચે અરબી સમુદ્રમાં ડિપ્રેશન ડીપ ડિપ્રેશન બનતા માછીમારોને પણ દરિયો ખેડવા અંગેની સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો: Meaning of ants in the house: ઘરમાં કાળી અને લાલ કીડી નીકળવાનો છે ખાસ અર્થ, જાણો તે શુભ છે કે અશુભ?

Gujarati banner 01