Skip to content
  • હોમ
  • ટોપ સ્ટોરી
  • Shopping
  • ગુજરાતી
  • हिन्दी
  • દેશની ખબર
  • રાજ્યની ખબર
  • કામની ખબર
  • બિઝનેસ
  • ધર્મ
  • મનોરંજન
  • વિશ્વ
  • લાઇફ સ્ટાઇલ
  • લેખકની કલમે
  • હેલ્થ

તાજા ખબર

Mobile Health Medical Unit: મોબાઇલ હેલ્થ-મેડીકલ યુનિટ રાજ્યના નાગરિકો માટે બન્યું હરતું–ફરતું આરોગ્ય મંદિર: પાનશેરીયા

Ekta Yatra: સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે એકતાયાત્રાના આયોજન અંગે બેઠક યોજાઈ

Relief Package for Farmers: કમોસમી વરસાદથી પીડિત ખેડૂતો માટે રાજ્ય સરકારનું 10 હજાર કરોડનું ઐતિહાસિક સહાય પેકેજ

Vrindavan Gauchar Park at Vadnagar: વડનગર ખાતે વૃંદાવન ગૌચર પાર્કનું થશે નિર્માણ

Pansheriya’s visit Health Department: મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની આરોગ્ય વિભાગની કચેરીમાં અચાનક મુલાકાત

AM/NS Indiaના સ્નાતકોને કૌશલ્ય – ધ સ્કિલ યુનિવર્સિટીના પ્રથમ દીક્ષાંત સમારોહમાં સન્માનિત કરાયા

Late Prabodhbhai Rawal: મોટેરા ખાતે સ્વ. પ્રબોધભાઇ રાવલની ૨૬મી પુણ્યતિથી નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ

Gujarat Police’s mega strike: સાયબર ઠગ સામે ગુજરાત પોલીસની મેગા સ્ટ્રાઇક

Heavy rain forecast in Surat: હવામાન વિભાગની ચેતવણી: સુરતમાં ભારે વરસાદ

Garba on Operation Sindoor: સૈન્યના શૌર્યના સન્માનમાં રાજ્યભરમાં ‘ઓપરેશન સિંદૂર’ પર એકસાથે ગરબા

  • Facebook
  • Twitter
  • Instagram
  • Youtube
Desh ki Aawaz

Desh ki Aawaz

  • હોમ
  • ટોપ સ્ટોરી
  • Shopping
  • ગુજરાતી
  • हिन्दी
Tuesday, January 20, 2026
  • દેશની ખબર
  • રાજ્યની ખબર
  • કામની ખબર
  • બિઝનેસ
  • ધર્મ
  • મનોરંજન
  • વિશ્વ
  • લાઇફ સ્ટાઇલ
  • લેખકની કલમે
  • હેલ્થ
ટોપ સ્ટોરી રાજ્યની ખબર

Urban-20 logo-website launch: અમદાવાદમાં યોજાનારી અર્બન-20 લોગો-વેબસાઇટ-વેલકમ સોંગનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોન્ચીંગ કર્યુ

By Admin December 19, 2022

Urban-20 logo-website launch: વસુધૈવ કુટુંબકમ – વન અર્થ વન ફેમિલી વન ફ્યુચર’ની થિમ સાથે G-20 નું યજમાન વડાપ્રધાન નરેન્દ્રભાઇના માર્ગદર્શનમાં ભારત બન્યુ છે

  • G-20 ની વિવિધ બેઠકો અન્વયે અમદાવાદ મહાનગર અર્બન-20ની છઠ્ઠી સાયકલનું યજમાન બનશે
  • અમદાવાદમાં આગામી તા. ૯-૧૦ ફેબ્રુઆરીએ U-20 અંતર્ગત સિટી શેરપા મિટીંગ અને જુલાઇ-ર૦ર૩માં U-20 મેયર્સ સમિટ યોજાશે
  • G-20 દેશોના શહેરો-મહાનગરોના સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ-કલાયમેટ ચેન્જ-એફોર્ડેબલ હાઉસીંગ સહિતના સર્વગ્રાહી શહેરી વિકાસના મહત્વપૂર્ણ મુદ્દાઓના વૈચારિક-આદાન પ્રદાન માટે અર્બન-20 U-20 ગ્લોબલ પ્લેટફોર્મ બનશે
  • વર્લ્ડ હેરિટેજ સિટીની પ્રતિષ્ઠા ધરાવતા અમદાવાદની પ્રાચીન-અર્વાચીન શહેરી વિકાસ ગાથા સાથે મોર્ડન અર્બન ઇન્ફ્રાસ્ટ્રકચરનો સમન્વય U-20માં ઊજાગર કરવાની નેમ -: કેન્દ્રીય મંત્રી હરદિપસિંહ પૂરી
  • વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશના શહેરોમાં પાણી-સેનિટેશન-આવાસ-જાહેર પરિવહન જેવી જનસુખાકારી યોજના અને સ્ર્માર્ટ સિટી મિશન સફળતાપૂર્વક અમલી બન્યા છે
  • શહેરો દુનિયાના ઇકોનોમિક ગ્રોથ માટે પાવર હાઉસ છે વિશ્વની ગ્લોબલ જીડીપીમાં શહેરોનું પ્રદાન ૬૦ ટકા જેટલું છે


ગાંધીનગર, 19 ડિસેમ્બર: Urban-20 logo-website launch: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, G-20 દેશોના શહેરો-મહાનગરોના કલાયમેટ ચેન્જ, સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ, એફોર્ડેબલ હાઉસીંગ અને સર્વગ્રાહી સામાજીક વિકાસના વિવિધ મુદ્દાઓ પર વૈચારિક આદાન-પ્રદાન માટે અર્બન-20 સાયકલ ગ્લોબલ પ્લેટફોર્મ પુરૂં પાડશે. વિઝનરી ગ્લોબલ લીડર અને ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં ભારતમાં યોજાનારી G-20 સમિટના ઉપલક્ષ્યમાં અમદાવાદને આંગણે યોજાનારા અર્બન-20 સમિટના લોગો તથા વેબસાઇટ અને સોશિયલ મિડીયા હેન્ડલ્સ તથા વેલકમ સોંગ લોન્ચીંગ અવસરે મુખ્યમંત્રી સંબોધન કરી રહ્યા હતા

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણના કેન્દ્રીય મંત્રીશ્રી હરદિપસિંહ પૂરીજીએ આ પ્રસંગે વિડીયો કોન્ફરન્સથી સંદેશ પાઠવ્યો હતો.
મુખ્યમંત્રીએ G-20નું યજમાન પદ વડાપ્રધાનના પ્રયત્નોથી ભારતને મળ્યું છે તેનો હર્ષ વ્યકત કરતાં ઉમેર્યુ કે, G-20 સમિટની વિવિધ ૧પ જેટલી સમિટ ગુજરાતમાં પણ યોજાવાની છે

વસુધૈવ કુટુંબકમ-એક ધરતી, એક પરિવાર-એક ભવિષ્ય’ના વિષયવસ્તુ સાથેની આ G-20 સમિટથી વડાપ્રધાનશ્રીએ વિશ્વ સમુદાયને ભારતીય સંસ્કૃતિ અને સદાચારનો પરિચય કરાવ્યો છે એમ પણ શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું. તેમણે જણાવ્યું કે, શહેરી ક્ષેત્ર હોય કે ગ્રામીણ, આપણે એક પરિવાર ભાવથી સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રને લઇને વિકાસ રાહે આગળ વધ્યા છીયે. આ સંદર્ભમાં અમદાવાદમાં યોજાનારી U-20 સાયકલ વધુ પ્રસ્તુત બની રહેશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીએ દર્શાવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આવનારા સમયમાં શહેરી જનસંખ્યા વધતી જશે અને શહેરીકરણ વ્યાપક ફલક પર વિકસશે તેને ધ્યાનમાં રાખીને શહેરી ભવિષ્ય તથા જનસુખાકારીને વધુ સુવિધાપૂર્ણ-બહેતર બનાવવા આવી અર્બન સમિટની ચર્ચાઓ, બેસ્ટ પ્રેક્ટીસના આપસી આદાન-પ્રદાન અને એક્સપીરીયન્સ શેરિંગ મહત્વપૂર્ણ બની રહેશે
.
વર્લ્ડ હેરિટેજ સિટીની પ્રતિષ્ઠા ધરાવતા અમદાવાદ શહેરમાં પ્રાચીન અને અર્વાચીન એમ બેય ક્ષેત્રે શહેરી વિકાસ અને મોર્ડન અર્બન ઇન્ફ્રાસ્ટ્રકચરનો સમન્વય છે તે આ સમિટમાં G-20 દેશોના પ્રતિનિધિઓ સમક્ષ ઊજાગર કરવાની નેમ પણ મુખ્યમંત્રીએ દર્શાવી હતી.

આ પણ વાંચો:-Reduction in terrorist incidents: જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓમાં 168% ઘટાડો

ભારતના G-20 પ્રેસિડન્સી હેઠળ, અમદાવાદમાં U-20 સાયકલનું આયોજન કરાશે. સી-૪૦ (કલાઇમેટ ચેન્જ) અને યુનાઇટેડ સિટીઝ એન્ડ લોકલ ગવર્મેન્ટ્સ (UCLG), શહેરી મુદ્દાઓ પરના બે આંતરરાષ્ટ્રીય બિન-સરકારી હિમાયત જૂથો સાથે, અમદાવાદમાં ૯-૧૦ ફેબ્રુઆરી 20ર૩ના રોજ સિટી શેરપાની શરૂઆતની મીટિંગ, વિષયોની ચર્ચાઓ સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન થશે. જુલાઇ-૨૦ર૩માં U-20 મેયર્સ સમિટ પણ યોજાશે

U20 launch

G-20 દેશો ઉપરાંત, C40, UCLG સભ્ય શહેરો અને નિરીક્ષક શહેરોના મેયર અને પ્રતિનિધિઓ આ કાર્યક્રમોમાં ભાગ લેશે અને ચર્ચાઓને સમૃદ્ધ બનાવશે. ‘વસુધૈવ કુટુમ્બકમ-વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર’ની ભારતની G-20 થીમ સાથે સુસંગત અમદાવાદમાં યોજાનારી U-20 શહેર સ્તરની ક્રિયાઓ એકબીજા સાથે જોડાયેલી અને આપણા સહિયારા ભવિષ્યને રેખાંકિત કરતા કાયમી હકારાત્મક વૈશ્વિક પરિણામો લાવી શકે છે તે બાબત પર કેન્દ્રીત હશે. આ અર્બન-20 સાયકલ જટિલ શહેરી મુદ્દાઓના સમાધાન માટે યોગ્ય નીતિ નિર્ધારણની દિશામાં રોડમેપ તૈયાર કરશે તથા સમિટમાં સહભાગી શહેરોની આકાંક્ષા પ્રતિબિંબિત કરશે આ સંદર્ભનો એક દસ્તાવેજ U-20 સમિટના યજમાન શહેર અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરાશે

આ પ્રસંગે ભારત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના મંત્રી હરદીપસિંહ પુરીએ વિડિયો સંદેશના માધ્યમથી જણાવ્યું કે, અમદાવાદ ભારતનું આધુનિક, પ્રગતિશીલ એવું આર્થિક અને સાંસ્કૃતિક કેન્દ્ર સમાન શહેર છે. અર્બન-૨૦ સમિટની છઠ્ઠી સાઈકલની ચેરની યજમાની અમદાવાદ કરી રહ્યું છે, ત્યારે સસ્ટેનેબલ ડેવલપમેન્ટના લક્ષ્યોને સિદ્ધ કરવામાં શહેરોની ભૂમિકા વિશે આ બેઠકમાં આગવું વિચાર-મંથન થશે.

તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી માટે દેશનો શહેરી વિકાસ એ પ્રાથમિકતા છે. પાછલાં વર્ષોમાં ભારત સરકારે વડાપ્રધાનના નેતૃત્વમાં શહેરોમાં પાણી, સેનિટેશન, આવાસ અને જાહેર પરિવહનને લગતી વિવિધ યોજનાઓ અને સ્માર્ટ સિટી મિશન સફળતાપૂર્વક અમલી બનાવ્યા છે
.
તેમણે વધુમાં કહ્યું કે, શહેરો દુનિયાના ઈકોનોમિક ગ્રોથ માટેના પાવર હાઉસ છે. વિશ્વની ગ્લોબલ જીડીપીમાં શહેરોનું પ્રદાન ૬૦ ટકા છે. શહેરો વૈશ્વિક વ્યાપાર અને મૂડીરોકાણને આકર્ષે છે. દુનિયાની ૫૦ ટકાથી વધુ વસ્તી શહેરોમાં વસે છે ભારતમાં પણ શહેરીકરણની પ્રક્રિયા ખૂબ ઝડપી બની છે. આથી G-20 અંતર્ગત U-20નું આયોજન શહેરી વિકાસ ક્ષેત્રે નવું શિખવાનું અને ભારતની ઉપલબ્ધિઓને ઉજાગર કરવાનું માધ્યમ બની રહેશે
.
ગુજરાતના શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ મુકેશ કુમારે સ્વાગત પ્રવચન કરતા ગુજરાતમાં અર્બન-20 બેઠકોના આયોજનની રૂપરેખા જણાવી હતી. તેમણે કહ્યું કે, અર્બન-20 ચેરનું યજમાન બની અમદાવાદ હવે બ્યુનોસ આર્સ, રોમ, મિલાન, જકાર્તા, ટોક્યો, વેસ્ટ જાવા અને રિયાધ જેવા શહેરોની યાદીમાં સામેલ થઇ ચૂક્યું છે. ટાઇમ્સ મેગેઝિને અમદાવાદને ‘મક્કા ઓફ કલ્ચરલ ટુરિઝમ’ કહ્યું છે અને વિશ્વના ૫૦ એક્સ્ટ્રા ઓર્ડીનરી ડેસ્ટીનેશન્સની સુચીમાં સ્થાન આપ્યું છે.

આ પ્રસંગે અમદાવાદના મેયર કિરીટ પરમારે G-20ની અધ્યક્ષતા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે શુભકામનાઓ વ્યક્ત કરી હતી. ઉપરાંત U-20ની અધ્યક્ષતા માટે અમદાવાદની પસંદગી કરવા માટે વડાપ્રધાન પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. U-20નાં આયોજનોના સફળ સંચાલન-અમલીકરણ માટે અમદાવાદને સૌનો સહયોગ મળશે એવી આશા પણ તેમણે વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે ડેપ્યુટી મેયર ગીતાબહેન અને પદાધિકારીઓ, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, શહેરી વિકાસ અગ્ર સચિવ મુકેશકુમાર, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર થેન્નારસન તેમજ રાજ્ય સરકારના અને AMC ના અધિકારીઓ તથા આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

Gujarati banner 01


CM bhupendra patelU20 LogoUrban-20 logo-website launch

Post navigation

Reduction in terrorist incidents: જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓમાં 168% ઘટાડો
PM meet Google CEO: પ્રધાનમંત્રી એ સુંદર પિચાઈ સાથે મુલાકાત કરી

તાજા ખબર

  • Lakhtar Station: લખતર સ્ટેશનનો કાયાકલ્પ
  • Employees honored by DRM: રાજકોટ ડિવિઝનના 5 રેલવે કર્મચારીઓનું ડીઆરએમ દ્વારા સન્માન
  • International Kite Festival-2026: સાબરમતી રિવરફ્રન્ટ પર ભારત ઉપરાંત 50 જેટલા દેશોના 1000થી વધુ પતંગબાજોનો જમાવડો
  • Geeta Vandana: ચિન્મય મિશનનાં 75 વર્ષની ભવ્ય ઉજવણી
  • Violence: હિંસાનું પ્રાયશ્ચિત્ત: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી
  • રાજ્ય સમાચાર
  • દેશની ખબર
  • મહત્વની વાત
  • રાજનીતિ
  • બિઝનેસ
  • કામની ખબર
  • દેશની રેલ
  • મનોરંજન
  • ધર્મ
  • Terms & Conditions
  • Privacy Policy
  • Disclaimer
Proudly powered by WordPress | Theme: FreeNews | By ThemeSpiral.com.