yogesh patel vdr

Vadodara ganpati visarjan: વડોદરા મહાનગર પાલિકા મંડળોના સ્થાપિત શ્રીજીના વિસર્જન માટે ચાર મોટા અને એક નાનું તળાવ બનાવશે

Vadodara ganpati visarjan: ભાવિકોને ઘરમાં સ્થાપિત શ્રીજી નું વિસર્જન ઘરમાં જ કરવા નર્મદા વિકાસ રાજ્ય મંત્રી યોગેશભાઈ પટેલનો અનુરોધ

  • Vadodara ganpati visarjan: મંડળો જાહેરનામાનો અમલ કરીને સહયોગ આપે અને પોલીસ તંત્ર સાથે સમન્વય સંકલન જાળવે
  • મહાનગર પાલિકા ઝોન દીઠ એક ક્વિક રિસ્પોન્સ ટીમ રાખશે: મેયર

અહેવાલ: રોહિત
વડોદરા, ૧૦ સપ્ટેમ્બર
: Vadodara ganpati visarjan: નર્મદા વિકાસ રાજ્ય મંત્રી યોગેશભાઈ પટેલે ગણેશોત્સવના સંદર્ભમાં વિસર્જન શાંતિપૂર્ણ રીતે અને સૌહાર્દભર્યા વાતાવરણમાં થાય તે માટે વડોદરા મહાનગર પાલિકાના મેયર, ધારાસભ્યઓ, મહાનગર પાલિકાના કમિશનર અને શહેર પોલીસ કમિશનર, જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ અધિક્ષક સાથે સુચારૂ વ્યવસ્થાનો વિગતવાર વિચાર વિમર્શ કર્યો હતો.

વડોદરામાં ગણેશ ઉત્સવ રંગેચંગે ઉજવવાની પરંપરા છે તેનો ઉલ્લેખ કરતાં નર્મદા વિકાસ રાજ્ય મંત્રી યોગેશભાઈ પટેલે જણાવ્યું કે કોરોનાને લીધે આ પરંપરાગત ઉત્સવ ઘણાં નિયંત્રણો વચ્ચે ઉજવાયો હતો.હાલમાં રાજ્ય સરકારે પરિસ્થિતિને અનુલક્ષીને નિયંત્રણો હળવા કર્યા છે અને જાહેરનામા દ્વારા ધારાધોરણો નિર્ધારિત કર્યા છે.ભાવિકો અને ગણેશ મંડળો તમામ નિયમોનું પાલન કરીને સહયોગ આપે અને પોલીસ તંત્ર સાથે સંકલન જાળવે તે જરૂરી છે. તેમણે જણાવ્યું કે પ્રત્યેક મંડળના શ્રીજી સાથે (Vadodara ganpati visarjan) વિસર્જન યાત્રામાં ૧૫ વ્યક્તિ જોડાઈ શકશે. ડીજે ના ઉપયોગની ઉચિત પરવાનગી મેળવી લેવાની રહેશે.

વડોદરા મહાનગર પાલિકા મંડળો દ્વારા સ્થાપિત ગણેશજી ના વિસર્જનમાં (Vadodara ganpati visarjan) સરળતા માટે શહેરમાં ચાર મોટા અને એક નાનું તળાવ બનાવશે તેવી જાણકારી આપતાં તેમણે જણાવ્યું કે,સમા બ્રિજ, ગોરવા, સોમા તળાવ અને નવલખી ખાતે મોટા અને આઈનોકસ સામે એક નાનું તળાવ બનાવવામાં આવશે. ઘરમાં સ્થાપિત ગણેશજીનું ભાવિકો ઘરમાં જ યોગ્ય વાસણમાં કે પાત્રમાં વિસર્જન કરે એવી તેમણે ખાસ અપીલ કરી હતી. કોઈ પણ વ્યક્તિ કાયદો હાથમાં ના લે તેવા અનુરોધ સાથે તેમણે કહ્યું કે,મંડળોને પોલીસ તંત્ર વિસર્જન માટે સમય આપશે એ નિર્ધારિત સમયે વિસર્જન કરવાનું રહેશે.

આ પણ વાંચો…Rabari samaj: પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું-જ્યારે જયારે આવશ્યકતા પડી ગમે તેવા રાજકીય વાવાઝોડા હોય, તે વચ્ચે રબારી સમાજ ભાજપની સાથે રહ્યો છે!

તેમણે જણાવ્યું કે મહાનગર પાલિકા તળાવોની આસપાસ પ્રકાશ વ્યવસ્થા સહિત જરૂરી પ્રબંધ કરશે.સહુ જાહેરનામાનો અમલ કરીને સહયોગ આપે. વડોદરા મહાનગર પાલિકાના મેયરશ્રી કેયુર રોકડીયાએ જણાવ્યું કે,વિસર્જન સરળ રીતે થાય તે માટે મહાનગર પાલિકા ઝોન દીઠ એક ક્વિક રિસ્પોન્સ ટીમ તૈનાત કરશે. મંડળો દિવસ દરમિયાન સામાજિક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ જાહેરનામાની જોગવાઈઓ પાળીને કરે એવો તેમણે અનુરોધ કર્યો હતો અને રાત્રીના બાર વાગ્યાથી કરફ્યુનો અમલ થવાનો હોવાથી મોડામાં મોડું ૧૧ વાગ્યા સુધી તમામ પ્રક્રિયાઓ પૂરી કરી લેવા પર ભાર મૂક્યો હતો.

પોલીસ તંત્ર,મહાનગર પાલિકા અને જિલ્લા પ્રશાસન જાહેરનામાના સંદર્ભમાં પોતાની ભૂમિકા અદા કરશે.ભાવિક ભક્તો અને મંડળો જાહેરનામાની જોગવાઈઓનું પાલન કરીને સહયોગ આપે,તહેવાર પણ ઉજવાય અને સૌહાર્દ જળવાય એવો તેમણે અનુરોધ કર્યો હતો.
આજવા માટે નર્મદા જળ આપવાની કોર્પોરેશનની વિનંતી અંગે નર્મદા વિકાસ મંત્રીએ જણાવ્યું કે, વડોદરાને પાણી ખુંટવા નહિ દઈએ.ધારાધોરણો પ્રમાણે ઉચિત નિર્ણય લેવામાં આવશે.

Whatsapp Join Banner Guj