Yagnopavit in ambaji

Yagnopavit in ambaji: અંબાજી ખાતે બ્રાહ્મણ સમાજનો 11મોં સમૂહ જનોઈ અને સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવ્યો

Yagnopavit in ambaji: 55 બટુકો જનોઈ ગ્રહણ કરી, 7 યુગલો એ પ્રભુતામાં પગલાં માંડ્યા

રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, 10 ફેબ્રુઆરી: Yagnopavit in ambaji: યાત્રાધામ અંબાજી ખાતે બ્રાહ્મણ સમાજનો 11મોં સમૂહ જનોઈ અને સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવ્યો હતો, અંબાજીમાં બ્રાહ્મણની એક હજાર વસ્તી ધરાવતું પરશુરામ પરિવાર નગર દ્વારા સતત 10 વર્ષ ની સફળતા બાદ આજે 11 મોં સમૂહ જનોઈ અને સમૂહ લગ્નોત્સવ આયોજિત કરવામાં આવેલ.

જેમાં 55 બટુકો એ ભગવાન સૂર્યનારાયણની સાક્ષીએ જનોઈ ગ્રહણ કરી હતી તેમજ અંબાજી સહીત આસપાસ ના વિસ્તારમાંથી આવેલા 7 યુગલો એ પોતાની સફળ જિંદગી માટે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા.

જેમને અંબાજીની સંસ્કૃત પાઠશાળાના વિદ્વાન પંડિતો સહીત યાજ્ઞિક વિપ્ર મંડળના સાસ્ત્રીઓ દ્વારા હિન્દૂ સાસ્ત્રોક વિધિ પ્રમાણે વિધિ કરવામાં આવી હતી આ પ્રસંગે 7 નવ યુગલો ને ઘર વખરી ની 35 જેટલી મુખ્યત્વ સામગ્રીઓ દાતાઓ દ્વારા દાનભેટ કરાઈ હતી જયારે જનોઈ ધારણ કરનાર બટુકો ને પણ દાતાઓ દ્વારા વિવિધ સામગ્રી ભેટ અર્પણ કરવામાં આવી હતી.

બ્રાહ્મણ સમાજના આ સામૂહીક પ્રસંગમાં પટેલ ,પ્રજાપતિ સહીત અનેક જ્ઞાતિના લોકોએ દાનભેટ આપી હતી જે દાતાઓનું સાલ ઓઢાડી પ્રમાણપત્ર સાથે સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. જોકે આ પ્રસંગે ને લઈ લગ્નગ્રન્થિ થી જોડાયેલા યુગલોને ખાસ કરી ને બેટી બચાઓ, બેટી પઢાઓ અને સાથે ભ્રુણ હત્યા અટકાવવા પ્રતિજ્ઞ4 લેનડાવવામાં આવી હતી.

જોકે નવયુગલોના પરિવારજનોમાં પણ ખુશી નો માહોલ જોવા મળ્યો હતો ને આવા પ્રસઁગે ખર્ચની બચત જ નહીં પણ સામાજિક એકતા ને સંગઠનતા વધે છે જે અન્ય સમાજે પણ પ્રેરણા લેવી જોઈએ

આ પણ વાંચો: Ambaji parikrama mahotsav: અંબાજી ખાતે યોજાનાર શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના ઉદઘાટન પ્રસંગે ભવ્ય ચામરયાત્રા યોજાશે

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો