Gujarat titans pyayers

Gujarat titans pyayers: ગુજરાતનો આ ખેલાડી ચાલ્યો તો જીતવાથી કોઈ રોકી શકે નહીં

Gujarat titans pyayers: IPL 2022 લીગ મેચો રમાઈ છે. 24 મેના રોજ પ્રથમ ક્વોલિફાયર 1 મેચ ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યાથી રમાશે.

સ્પોર્ટ્સ ડેસ્ક: 23 મે: Gujarat titans pyayers: IPL 2022 લીગ મેચો રમાઈ છે. 24 મેના રોજ પ્રથમ ક્વોલિફાયર 1 મેચ ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યાથી રમાશે. IPLની આ સિઝનમાં બંને ટીમોની સફર શાનદાર રહી છે. IPL 2022માં ગુજરાત ટાઇટન્સના તમામ ખેલાડીઓ લયમાં છે. IPLની આ સિઝનમાં ડેવિડ મિલરનું બેટ પણ ચાલી રહ્યું છે. આવતીકાલે પણ ડેવિડ મિલરનું બેટ ચાલુ રહેશે તો ગુજરાતની ટીમનો વિજય નિશ્ચિત છે.

IPL 2022 માટે ગુજરાત ટાઇટન્સે મેગા ઓક્શનમાં ડેવિડ મિલરને ખરીદ્યો અને તેને તેમની ટીમમાં સામેલ કર્યો. ડેવિડ મિલરને T20 ફોર્મેટનો કિલર કહેવામાં આવે છે. જ્યારે તેની તોફાની બેટિંગ ચાલે છે ત્યારે કોઈ બોલર સામે ટકી શકતો નથી.

IPL 2022માં ડેવિડ મિલર (Gujarat titans pyayers) ગુજરાતની ટીમને ઘણી મેચોમાં એકલા હાથે જીત અપાવવામાં સફળ રહ્યો છે. આવી સ્થિતિમાં એવી આશા છે કે ડેવિડ મિલર મંગળવારે રમાનારી પ્રથમ ક્વોલિફાયર મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે તોફાની બેટિંગ કરી શકે છે. જો આમ થશે તો ગુજરાતની ટીમને જીતતા કોઈ રોકી શકશે નહીં.

Advertisement

ડેવિડ મિલરે IPL 2022માં 14 મેચ રમી છે. આ દરમિયાન તેના બેટમાંથી 381 રન થયા છે. IPL 2022માં ડેવિડ મિલરના બેટથી પણ અડધી સદી જોવા મળી છે. ડેવિડ મિલરના IPL કરિયરની વાત કરીએ તો તેણે IPLની 103 મેચોની 99 ઇનિંગ્સમાં 2355 રન બનાવ્યા છે. ડેવિડ મિલરે IPLમાં 1 સદી અને 11 અડધી સદી ફટકારી છે.

આ પણ વાંચો..Love Triangle: Polyamorous Relationship: જાણો શું હોય છે Polyamorous સબંધ જેમાં 2 થી વધુ લોકો સબંધ રાખી શકાય..

Gujarati banner 01

Advertisement