Pm at plane crash spot

PM Modi Visit Hospital: અમદાવાદ પ્લેન દુર્ઘટનાસ્થળની મુલાકાત બાદ મોદી સિવિલ હોસ્પિટલની મુલાકાત લઇ- રુપાણી પરિવારને મળ્યા

PM Modi Visit Hospital: પીએમ નરેન્દ્ર મોદી પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીના પરિવારને મળ્યા હતા.

google news png

અમદાવાદ, 13 જૂનઃ PM Modi Visit Hospital: અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન ગુરુવારે ક્રેશ થયું હતું. આ વિમાન દુર્ઘટનામાં 265 લોકોના મોત થયા હતા. એરલાઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને પુષ્ટિ આપી છે કે વિમાનમાં સવાર 242 મુસાફરો અને ક્રૂમાંથી ફક્ત એક જ વ્યક્તિ બચી શક્યો છે.

પીએમ મોદી આજે સવારે અમદાવાદ પહોંચ્યા છે. દુર્ઘટના સ્થળે પહોંચી અને પગપાળા સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કર્યા બાદ હવે PM મોદી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા. જ્યાં તેઓ ઘાયલોને મળ્યા. પ્રધાનમંત્રી મોદી અકસ્માત સ્થળનું નિરીક્ષણ કરી. તેમની સાથે સીઆર પાટિલ, હર્ષ સંઘવી, રામ મોહન નાયડુ અને ભૂપેન્દ્ર પટેલ પણ હાજર છે.

પ્રધાનમંત્રી મોદી આજે દુર્ઘટના સ્થળે પહોંચી અને પગપાળા સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું. જે બાદમાં હવે PM મોદી સિવિલ હોસ્પિટલ જવા રવાના થયા.

ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ભાજપ પ્રદેશ મહાસચિવ રત્નાકર અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (શુક્રવારે) સવારે 8:30 વાગ્યે અમદાવાદ પહોંચ્યા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે 8:30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોચ્યા. તેમની મુલાકાત લગભગ 2 કલાકની હશે અને તેઓ સવારે 10:30 વાગ્યે દિલ્હી જવા રવાના થયા. આ સમય દરમિયાન, પીએમ મોદી પહેલા એરપોર્ટથી સીધા ક્રેશ સ્થળની મુલાકાત લીધી, ત્યારબાદ તેઓ સિવિલ હોસ્પિટલ જઈને ઘાયલોને મળ્યા. અંતે, તેઓ ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજીને પરિસ્થિતિનો તાગ મેળવશે.

પીએમ નરેન્દ્ર મોદી પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીના પરિવારને મળ્યા હતા. પીએમ મોદીએ પોસ્ટમાં લખ્યુ- વિજયભાઈ રૂપાણીના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી. વિજયભાઈ આપણી વચ્ચે નથી એ વાત મન માનવા તૈયાર નથી.

વર્ષોથી મારે તેમની સાથે નાતો રહ્યો છે. કંઈ કેટલાય પડકારજનક સમયમાં અમે ખભે ખભા મિલાવીને કામ કર્યું છે. સરળ અને સાલસ સ્વભાવના વિજયભાઈ ખૂબ મહેનતુ હતા તથા પક્ષની વિચારધારા પ્રત્યે પ્રતિબદ્ધ હતા. એક પાયાના કાર્યકર તરીકે જાહેર જીવનમાં કારકિર્દીની શરૂઆત કરી તેઓ સંગઠનમાં વિવિધ જવાબદારીઓ નિભાવતા નિભાવતા ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા.

તેઓને સોંપાયેલ દરેક ભૂમિકામાં, તે પછી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હોય કે રાજ્યસભાના સાંસદ તરીકેની હોય, પ્રદેશ ભાજપના પ્રમુખની હોય કે પછી રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી અને મુખ્યમંત્રી તરીકેની હોય, તેઓએ દરેક વખતે એક અનોખો ચીલો ચાતર્યો હતો.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો