Agra Fort stoppage cancelled: રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 6 ટ્રેનો આગ્રા ફોર્ટ પર રોકાશે નહીં
Agra Fort stoppage cancelled: રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ૩ જોડી ટ્રેનો આગ્રા ફોર્ટને બદલે ઈદગાહ સ્ટેશન પર ઊભી રહેશે

રાજકોટ, 15 જૂન: Agra Fort stoppage cancelled: ઉત્તર મધ્ય રેલવે દ્વારા લેવાયેલા નિર્ણય અનુસાર, ટેકનિકલ કારણોસર રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ૩ જોડી ટ્રેનો જણાવેલ તારીખોથી લઈને આગામી સૂચના ન મળે ત્યાં સુધી આગ્રા ફોર્ટને બદલે ઈદગાહ સ્ટેશન પર ઊભી રહેશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
૧) ટ્રેન નંબર ૨૨૯૬૯ ઓખા-બનારસ સુપરફાસ્ટ એક્સપ્રેસ તા. ૩૧.૦૭.૨૦૨૫ થી આગ્રા ફોર્ટને બદલે ઈદગાહ સ્ટેશન પર ૧૪.૫૦ વાગ્યે આવશે અને ૧૫.૦૦ વાગ્યે ઉપડશે. તેવી જ રીતે, ટ્રેન નંબર ૨૨૯૭૦ બનારસ-ઓખા સુપરફાસ્ટ એક્સપ્રેસ તા. ૦૨.૦૮.૨૦૨૫ થી આગ્રા ફોર્ટને બદલે ઈદગાહ સ્ટેશન પર ૦૭.૩૫ વાગ્યે આવશે અને ૦૭.૪૦ વાગ્યે ઉપડશે.
૨) ટ્રેન નંબર ૧૫૬૩૫ ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ તા. ૦૧.૦૮.૨૦૨૫ થી આગ્રા ફોર્ટને બદલે ઈદગાહ સ્ટેશન પર ૧૨.૪૦ વાગ્યે આવશે અને ૧૨.૫૦ વાગ્યે ઉપડશે. તેવી જ રીતે, ટ્રેન નંબર ૧૫૬૩૬ ગુવાહાટી-ઓખા એક્સપ્રેસ તા. ૦૪.૦૮.૨૦૨૫ થી આગ્રા ફોર્ટને બદલે ઈદગાહ સ્ટેશન પર ૨૩.૪૦ વાગ્યે આવશે અને ૨૩.૪૫ વાગ્યે ઉપડશે.
૩) ટ્રેન નંબર ૧૫૬૬૭ ગાંધીધામ-કામાખ્યા એક્સપ્રેસ તા. ૦૨.૦૮.૨૦૨૫ થી આગ્રા ફોર્ટને બદલે ઈદગાહ સ્ટેશન પર ૧૨.૪૦ વાગ્યે આવશે અને ૧૨.૫૦ વાગ્યે ઉપડશે. તેવી જ રીતે, ટ્રેન નંબર ૧૫૬૬૮ કામાખ્યા-ગાંધીધામ એક્સપ્રેસ તા. ૩૦.૦૭.૨૦૨૫ થી આગ્રા ફોર્ટને બદલે ઈદગાહ સ્ટેશન પર ૨૩.૪૦ વાગ્યે આવશે અને ૨૩.૪૫ વાગ્યે ઉપડશે.
ટ્રેનના સ્ટોપેજ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.