Earthquake graph

Earthquake in indonesia: ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠ્યું ઇન્ડોનેશિયા, આટલા લોકોના થયા મોત…

  • ભૂકંપના કારણે 20 લોકોના થયા મોત, લગભગ 300 લોકો ઘાયલ

Earthquake in indonesia: ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તા અને આસપાસના વિસ્તારો ભૂકંપના આંચકાથી હચમચી ગયા

નવી દિલ્હી, 21 નવેમ્બર: Earthquake in indonesia: ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તા અને તેની આસપાસના વિસ્તારો આજે ભૂકંપના આંચકાથી હચમચી ગયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.6 માપવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે ભૂકંપના આંચકા કેટલીક સેકન્ડ સુધી અનુભવાયા હતા. આ ભૂકંપના કારણે મોટી સંખ્યામાં જાનહાનિ થયાના અહેવાલો પણ છે.

સ્થાનિક મીડિયાના અહેવાલોને ટાંકીને કહેવામાં આવી રહ્યું છે કે ભૂકંપના કારણે 20 લોકોના મોત થયા છે. તેમજ લગભગ 300 લોકો ઘાયલ પણ થયા છે. મૃતકોની સંખ્યામાં વધારો થવાની શક્યતાઓ છે. આ ભૂકંપનું કેન્દ્ર પશ્ચિમ જાવાના સિયાનુજરમાં જમીનમાં લગભગ 10 કિમી ઊંડે હતું.

તમને જણાવી દઈએ કે ત્રણ દિવસ પહેલા શુક્રવારે રાત્રે પશ્ચિમ ઈન્ડોનેશિયામાં સમુદ્રની નીચે જોરદાર ભૂકંપ આવ્યો હતો. પરંતુ જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. યુએસ જીઓલોજિકલ સર્વેએ ત્યારબાદ અહેવાલ આપ્યો કે ભૂકંપની તીવ્રતા 6.9 હતી, જ્યારે તેનું કેન્દ્ર 25 કિમીની ઊંડાઈએ દક્ષિણ બેંગકુલુથી 202 કિમી દક્ષિણપશ્ચિમમાં હતું.

આ પણ વાંચો: Mother dairy increased price of milk: મધર ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો, જુઓ દિલ્હી-NCRના નવા દર…

Gujarati banner 01