G 20 Development Working Group meeting

G-20 Development Working Group meeting: ગોવામાં ત્રીજી G-20 ડેવલપમેન્ટ વર્કિંગ ગ્રૂપની બેઠક યોજાઈ

G-20 Development Working Group meeting: વિદેશી પ્રતિનિધિઓ ભારતીય મહિલાઓના યોગદાન અંગે માહિતગાર થયા

પણજી, 10 મે: G-20 Development Working Group meeting: G-20 ડેવલપમેન્ટ વર્કિંગ ગ્રુપ (DWG)ની ત્રીજી બેઠક ગોવામાં યોજાઈ હતી. 8 થી 11 મે દરમિયાન યોજાયેલી આ બેઠકમાં G20 સભ્યો, 9 આમંત્રિત દેશો અને વિવિધ આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક સંગઠનોના 80 થી વધુ પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. DWG મીટિંગના બીજા દિવસની શરૂઆત ‘ECHO’ ના ઉદઘાટન સાથે થઈ.

આ પ્રસંગે ‘મહિલા નેતૃત્વ વિકાસ’ પર એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટકાઉ વિકાસ સુનિશ્ચિત કરવામાં મહિલાઓની ભૂમિકા દર્શાવવામાં આવી હતી. આ પ્રદર્શનમાં મહિલાઓની આગેવાની હેઠળના વિકાસ, પોષણ, આબોહવા પરિવર્તનના મુદ્દાઓ અને આર્થિક સશક્તિકરણમાં તેમના યોગદાનમાં ભારતની તાકાત દર્શાવવામાં આવી હતી.

આ બેઠકની અધ્યક્ષતા ભારતના DWGના સહ-અધ્યક્ષ- વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ કે.કે. નાગરાજ નાયડુ અને ઈનમ ગંભીર દ્વારા કરવામાં આવી હતી. DWG બેઠકનું ઔપચારિક ઉદઘાટન વિદેશ મંત્રાલયના સચિવ (આર્થિક સંબંધો) દમ્મુ રવિના વિડીયો સંદેશથી કરવામાં આવ્યું હતું.

Advertisement

બેઠકના બીજા દિવસે કુલ ત્રણ સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંબોધન કરતા, કેન્દ્રીય વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ (G-20) ઈનમ ગંભીરે જણાવ્યું હતું કે, “પ્રદર્શનમાં પાયાના વ્યવસાયો, મહિલા ઉદ્યોગસાહસિકો, પર્યાવરણવાદીઓ અને મહિલા જૂથો સાથે કામ કરતા લોકોને દર્શાવવામાં આવ્યા.

વધુમાં તેમણે જણાવ્યું કે, આ પ્રદર્શન પ્રતિનિધિઓ માટે ગોઠવવામાં આવ્યું છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સૂચવવામાં આવેલા વિકાસ કાર્ય જૂથ માટે મહિલાઓના નેતૃત્વમાં વિકાસ એ ખૂબ જ મહત્વપૂર્ણ પ્રાથમિકતા છે. તેમણે કહ્યું કે મહિલાઓના નેતૃત્વમાં વિકાસ, પોષણ, આબોહવાની સમસ્યાઓ અને આર્થિક સશક્તિકરણ પર ભાર મૂકવામાં આવે છે. અમારો પ્રયાસ ભારતની પાયાની મહિલાઓ આ પહેલોનું નેતૃત્વ કરી રહી છે તે દર્શાવવાનો છે.”

સત્રો વચ્ચેના વિરામ દરમિયાન મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના સહયોગથી ‘મહિલાઓના નેતૃત્વમાં વિકાસ’ની થીમ પર એક પ્રદર્શનનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ગોવા સરકારના સહયોગથી, G20 પ્રતિનિધિઓને પણ ગોવાના સમૃદ્ધ વારસાની ઝલક જોવા મળી. ગોવા સરકારના કેટલાક વરિષ્ઠ મહાનુભાવોએ પણ આ પ્રસંગે સામાજિક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.

Advertisement

DWG મીટિંગ પહેલા 8 મેના રોજ મહિલા નેતૃત્વ વિકાસ પર એક સાઈડ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈવેન્ટ દરમિયાન, લિંગ સમાનતા અને મહિલાઓની આગેવાનીમાં વિકાસ હાંસલ કરવા આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય નિર્ણય લેવાની પ્રક્રિયામાં મહિલાઓની સંપૂર્ણ ભાગીદારી પર ચર્ચા કરવામાં આવી હતી. અગાઉ, G-20 ડેવલપમેન્ટ વર્કિંગ ગ્રૂપ (DWG)ની બેઠક ગયા વર્ષે 13 થી 16 ડિસેમ્બર દરમિયાન મુંબઈમાં યોજાઈ હતી જ્યારે DWGની બીજી બેઠક આ વર્ષે એપ્રિલમાં કેરળના કુમારકોમમાં યોજાઈ હતી.

આ પણ વાંચો… RJT DRM Trophy-2023: રાજકોટ ડિવિઝન સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા ડીઆરએમ ટ્રોફી-2023નું સફળતાપૂર્વક આયોજન

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Advertisement