Shefali Rajdan Duggal: યુએસ પ્રમુખ જો બાયડેન સરકારમાં આ ભારતીયનું સમાવેશ થયો છે.
Shefali Rajdan Duggal: ભારતીય મૂળની શેફાલી એક રાજકીય કાર્યકર્તા છે. વધુમાં તેઓ મહિલા અધિકાર અને માનવાધિકાર પ્રચારક છે.
અમદાવાદ, 20 માર્ચ: Shefali Rajdan Duggal: યુએસ પ્રમુખ જો બાયડેન સરકારમાં ભારતીયનો સમાવેશ થયો છે. આ ભારતીયનું નામ શેફાલી રાજદાન દુગ્ગલ છે. ભારતીય મૂળની શેફાલી એક રાજકીય કાર્યકર્તા છે. વધુમાં તેઓ મહિલા અધિકાર અને માનવાધિકાર પ્રચારક છે. શેફાલી કેલીફોર્નીયામાં રહે છે અને કાશ્મીરથી જોડાયેલ છે. જણાવો કે 50 વર્ષીય શેફાલી શિકાગો અને બોસ્ટનમાં મોટી થયેલ છે. વ્હાઇટ હાઉસે એક નિવેદનમાં જણાવ્યું છે કે તેમની નિમણૂકનો પ્રસ્તાવ સેનેટની પુષ્ટિ માટે આપવામાં આવ્યો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘કેલિફોર્નિયાની દુગ્ગલ, નેધરલેન્ડમાં રાજદૂત હશે.
આ પણ વાંચો..The prices of food products increase: હવે ગ્રાહકોને પોતાનું ખિસ્સુ ખાલી કરવું પડી શકે છે.
કાશ્મીરથી ભારતીય મૂળની શેફાલી (Shefali Rajdan Duggal) 2008માં બરાક ઓબામાના રાષ્ટ્રપતિ ચૂંટણી પ્રચારમાં સક્રિય રહી હતી અને તેઓએ હિલેરી ક્લિંટનના રાષ્ટ્રપતિ ચૂંટણી અભિયાનમાં પણ ઉત્તરોત્તર કેલિફોર્નિયા કમિટીમાં ખુબ મહત્વની ભૂમિકા ભજવી હતી.
શેફાલી રાજદાન દુગ્ગલ (Shefali Rajdan Duggal) બંને બાળકોની માતા છે. તેઓ રાજકીય કાર્યકર્તાના સ્વરૂપમાં વર્ષોનો અનુભવ ધરાવે છે. તેમણે મહિલા અને માનવાધિકારો માટે ખુબ કામ કર્યું છે. તે અમેરિકાના હોલોકોસ્ટ મેમોરિયલ કાઉન્સિલમાં પણ રહ્યા છે. વર્તમાનમાં તે પશ્ચિમ ક્ષેત્રીય કાઉન્સિલની સલાહકાર તરીકે સેવાઓ આપે છે.
ઘણા એવોર્ડથી સન્માનિત ભારતીય મૂળની શેફાલી કેટલાંક નાગરિક પુરસ્કારથી સન્માનિત છે. યુએસ હોલોકોસ્ટ મેમોરિયલ મ્યુઝીયમ દ્વારા વેસ્ટ રીઝનલ લીડરશિપ એવાર્ડ, કેલિફોર્નિયા સ્ટેટ એમ્બલી દ્વારા કમ્યુનિટી હીરો અને નેશનલ ડાયવર્સિટી કાઉન્સિલ દ્વારા કેલિફોર્નિયાની સૌથી શક્તિશાળી મહિલના રૂપમાં ઓળખવામાં આવે છે.
દુગ્ગલ (Shefali Rajdan Duggal) માનવાધિકારી નિરીક્ષક સંસ્થા સેન ફ્રાન્સિસ્કો સમિતિના સભ્ય છે. વેક ફોરેસ્ટ યુનિવર્સિટી લીડરશિપ એન્ડ કેરેક્ટર કાઉન્સિલના સભ્ય છે અને એમિલિજ લિસ્ટ માટે રાષ્ટ્રીય અધિકારીઓ મંડળ સામેલ છે. શેફાલી રાજદાન દુગ્ગલને મિયામી યુનિવર્સિટી (ઓક્સફોર્ડ, ઓએચ) થી જનસંચારમાં BS અને ન્યૂયોર્ક યુનિવર્સિટીથી મીડિયા ઈકોલૉજી એમ.એમ. કરેલું છે.

