Taliban kidnaps afghanistan’s female governor:તાલિબાને અફઘાનિસ્તાનના મહિલા ગર્વનરને બંધક બનાવી- વાંચો શું છે મામલો?
Taliban kidnaps afghanistans female governor: તાલિબાન સામે અવાજ ઉઠાવવા બદલ સલીમા મજારીને કેદ કરવામાં આવ્યા છે. જોકે તેમને ક્યાં રાખવામાં આવ્યા છે તેની કોઈ જાણકારી કોઈની પાસે નથી.
કાબુલ, 18 ઓગષ્ટઃ Taliban kidnaps afghanistan’s female governor: અફઘાનિસ્તાન પર કબ્જો જમાવ્યા બાદ તાલિબાનના પ્રવક્તાએ ગઈકાલે મહિલાઓને સરકારમાં ભાગીદારી આપવાની અને તેમને કામ કરવાની છુટ આપવા જેવી સૂફિયાણી વાતો કરી હતી અને આજે તાલિબાને પોતાનો અસલી ચહેરો બતાવ્યો છે.
તાલિબાને અફઘાનિસ્તાનના બલ્ખ પ્રાંતના મહિલા ગર્વનર સલીમા મજારીને બંધક બનાવ્યા છે. એવુ માનવામાં આવી રહ્યુ છે કે, તાલિબાન સામે અવાજ ઉઠાવવા બદલ સલીમા મજારીને કેદ કરવામાં આવ્યા છે. જોકે તેમને ક્યાં રાખવામાં આવ્યા છે તેની કોઈ જાણકારી કોઈની પાસે નથી.
સલીમા મજારી અફઘાનિસ્તાનના પહેલા મહિલા ગર્વનરો પૈકીના એક છે. કેટલાક વર્ષ પહેલા તેમની આ પદ પર ચૂંટણી થઈ હતી. તાલિબાને અફઘાનિસ્તાનને કબ્જે કરવા જંગ છેડયો ત્યારે ભાગવાની જગ્યાએ સલિમાએ તેમનો મુકાબલો કરવાનો નિર્ણય કર્યો હતો.
જોકે તેમના પ્રાંતને પણ તાલિબાને ઘેરી લીધા બાદ સલીમા મજારીને પણ શરણાગતિ સ્વીકારવાની ફરજ પડી હતી. જોકે હવે સલીમા મજારી સાથે તાલિબાન કેવો વ્યવહાર કરે છે તે જોવાનુ રહે છે. હાલમાં તો સલીમાનો કોઈ અતો પતો નથી.
ઉલ્લેખનીય છે કે, તાલિબાને આ વખતે સત્તા હાંસલ કર્યા બાદ મહિલાઓને પણ સત્તામાં ભાગીદાર બનાવવાની જાહેરાત કરીને દુનિયાને આશ્ચર્યમાં મુકી દીધી છે. જોકે સલીમા મજારીને કેદ કરવામાં આવ્યા હોવાના અહેવાલોએ તાલિબાનની અસલી દાનત પર ફરી સવાલો ઉભા કર્યા છે.
