Shilpa shetty back to work

Shilpa shetty back to work: પતિ રાજ કુન્દ્રાની ધરપકડના ત્રણ અઠવાડિય બાદ ફરી શિલ્પા શેટ્ટી કામે ચડી- ટૂંક સમયમાં જોવા મળશે આ શોમાં

Shilpa shetty back to work: હવે તે પાછી ફરી છે અને ૧૭મી ઓગસ્ટથી તેણે શૂટિંગ શરૂ કરી દીધું

બોલિવુડ ડેસ્ક, 18 ઓગષ્ટઃ Shilpa shetty back to work: પોર્ન ફિલ્મ કેસમાં શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની ધરપકડ કરવામાં આવી છે. તે ૧૯મી જુલાઇથી કારાવાસ ભોગવી રહ્યો છે. ત્યારે શિલ્પાએ પોતાના વર્ક કમિટમેન્ટથી દૂર રહેવાનો નિર્ણય કર્યો હતો. તે સુપર ડાન્સર ચેપ્ટર ચારમાં નિર્ણાયક તરીકે પણ જોવા મળતી નહોતી. હવે તે પાછી ફરી છે અને ૧૭મી ઓગસ્ટથી તેણે શૂટિંગ શરૂ કરી દીધું છે. 

શો સાથે જોડાયેલા એક સૂત્રે જણાવ્યું હતું કે, શિલ્પાએ શો છોડયો નથી તેમજ તેને કોઇ રિપ્લેસ કરવાનું નથી. શિલ્પાને શોના મેકર્સનો પુરો સપોર્ટ છે. શિલ્પાના સ્થાને તેઓ કોઇને લાવવાના નથી. તેથી જ શિલ્પાએ શોમાં પાછા ફરવું જરૂરી હતું, તેને  નિર્માતાએ પૂરો સપોર્ટ કરીને પૂરતો સમય પણ આપ્યો હતો. હવે શિલ્પા ૧૭ ઓગસ્ટથી શૂટિંગ શરૂ કરશે અને ફિનાલે સુધી આ શોનો હિસ્સો બની રહેશે. 

આ પણ વાંચોઃ First woman chief justice in SC: ભારતને મળી શકે છે પહેલા મહિલા CJI, સરકારને મોકલવામાં આવી 9 નામોની યાદી- વાંચો વિગત

ઉલ્લેખનીય છે કે, શિલ્પા છેલ્લા ત્રણ અઠવાડિયાથી શૂટિંગ પર ગઇ નહોતી. તેની ગેરહાજરીમાં કરિશ્મા કપૂર, જેનેલિયા અને રિતેશ દેશમુખ ગેસ્ટ તરીકે જોવા મળ્યા હતા. 

અનુરાગ બાસુએ જણાવ્યું હતું કે, શો પર અમે એક પરિવારની માફક રહેતા હોવાથી મને શિલ્પાની ખોટ સાલતી હતી. તેથી મેં તે ક્યારે પાછી ફરી રહી છે તે જાણવા ફોન કર્યો હતો પરંતુ તેણે મારા ફોનનો ઉત્તર આપ્યો નહોતો.

Whatsapp Join Banner Guj