train

Rajkot-Lalkuan Special Train: રાજકોટ-લાલકુઆં સ્પેશિયલ ટ્રેન ના ફેરા લંબાવવામાં આવ્યા

Rajkot-Lalkuan Special Train: ટિકિટો નું બુકિંગ 2 જુલાઈ થી

રાજકોટ, 01 જુલાઈ: Rajkot-Lalkuan Special Train: મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ-લાલકુઆં સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ના ફેરા (વિશેષ ભાડા પર) લંબાવવામાં આવ્યા છે. વિગતો નીચે મુજબ છે.

ટ્રેન નંબર 05046/05045 રાજકોટ- લાલકુઆં ફેસ્ટિવલ સ્પેશિયલ (સાપ્તાહિક) [9-9 ટ્રીપ્સ]

ટ્રેન નંબર 05046 રાજકોટ- લાલકુઆં સ્પેશિયલ ને 7 જુલાઈ થી 1 સેપ્ટેમ્બર, 2025 સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે ટ્રેન નંબર 05045 લાલકુઆં-રાજકોટ સ્પેશિયલને 6 જુલાઈ થી 31 ઓગસ્ટ, 2025 સુધી લંબાવવામાં આવી છે.

ટ્રેન નંબર 05046 ની વિસ્તૃત ટ્રિપ્સ માટે બુકિંગ 2 જુલાઈ, 2025 થી તમામ PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર ખુલશે. ટ્રેનોના સ્ટોપેજના સમય અને પરિચાલન અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

BJ ADVT
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો