Somnath Online Pooja: શ્રાવણમાં ઓનલાઇન માત્ર 25₹ માં સોમનાથ મહાદેવની બિલ્વ પૂજા; મેળવો રુદ્રાક્ષ, ભસ્મ અને નમનનો ભસ્મ
Somnath Online Pooja: શ્રાવણ 2025માં ભક્તો ઘરે બેઠા ઓનલાઇન માત્ર 25₹ માં સોમનાથ મહાદેવની બિલ્વ પૂજા નોંધાવી મેળવશે પોસ્ટ મારફત રુદ્રાક્ષ, ભસ્મ અને નમનનો ભસ્મ
- Somnath Online Pooja: શ્રી સોમનાથ ટ્રસ્ટે ફરી શરૂ કરી ભક્તોની પ્રિય “માત્ર 25₹ માં બિલ્વપૂજા સેવા”
- 2 વર્ષમાં 7.50 લાખ થી વધુ પરિવારો લઈ ચૂક્યા છે 25₹ બિલ્વપૂજાનો લાભ
- સોમનાથ જ્યોતિર્લિંગ પર અર્પણ થનાર દરેક બિલ્વપત્રમાં હવે જોડાશે ભક્તોનું પુણ્ય
- ભકતોના સરનામે પ્રસાદમાં મોકલવામાં આવશે રુદ્રાક્ષ, નમન અને ભસ્મ પ્રસાદ

સોમનાથ, 29 જૂન: Somnath Online Pooja: શિવ ભક્તો માટે વર્ષના સૌથી મોટા ઉત્સવ એવા શ્રાવણ રુપી ૩૦ દિવસિય શિવોત્સવ દરમિયાન શ્રી સોમનાથ મહાદેવ પર પ્રતિદિન લાખો બિલ્વપત્રો અર્પણ કરવામાં આવનાર છે. ત્યારે દેશભરમાંથી ભક્તોને સોમનાથ દાદાની બિલ્વ પૂજાનો લાભ મળે તે માટે “જન જનના સોમનાથ” ના ધ્યેય વાક્યને લઈ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રત્યેક ભક્ત નોંધાવી શકે તેવી સરળ પૂજા સ્વરૂપે છેલ્લા બે વર્ષથી 25₹ બિલ્વ પૂજા સેવાનો પ્રારંભ કરાયો છે.
વિશેષ શ્રાવણ અને મહાશિવરાત્રી પર શરૂ થતી આ પૂજાને શ્રાવણ 2025 માટે ટ્રસ્ટના માનનીય ટ્રસ્ટી શ્રી જે ડી પરમાર સાહેબ દ્વારા પ્રારંભ કરવામાં આવી હતી. આ પૂજામાં આપેલા QR કોડ તથા ટ્રસ્ટ ની વેબસાઈટ https://somnath.org/BilvaPooja/Shravan પરથી ભક્તો બિલ્વ પૂજા ઘરેબેઠા નોંધાવી શકશે. અને આ બિલ્વાર્ચન સોમનાથ મહાદેવ ને પૂજારી દ્વારા કરવામાં આવશે.
શાસ્ત્રોમાં શિવજીને બિલ્વપત્ર અર્પણ કરવાનો મહિમા જણાવતા કેહવાયુ છે કે
त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रियायुधम।
त्रिजन्मपाप संहारं एक बिल्वं शिवार्पणम् ॥
આ પણ વાંચો:- IRCTC New Rules: આઈઆરસીટીસી 1 જુલાઈથી કરવા જઈ રહ્યું છે મોટો ફેરફાર; જાણો વિગત..
શિવજીને ત્રણ પર્ણ વાળું બીલીપત્ર અર્પણ કરવાથી ત્રણ જન્મોના પાપો નાશ પામે છે.
શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા વર્ષ 2023થી નિયમિત રૂપે મહાશિવરાત્રી અને શ્રાવણ પર્વે ભક્તો માટે આ વિશેષ બિલ્વપુજા સેવા” શરૂ કરવામાં આવી રહી છે. જેમાં અત્યાર સુધીમાં 7.50 લાખ થી વધુ ભક્ત પરિવારો દ્વારા પૂજા નોંધાવી સોમનાથ મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા.
આ પૂજાને ભક્તોનો વિક્રમી પ્રતિસાદ મળ્યો હતો અને આ પૂજાના પ્રસાદ સ્વરૂપે તમામ ભક્તોને રુદ્રાક્ષ, ભસ્મ અને બિલ્વપત્ર પોસ્ટ મારફત દેશભરમાં એમના નોંધાવેલ સરનામા પર મોકલવામાં આવ્યા હતા જે મેળવીને મોટી માત્રામાં ભાવિકોએ આભાર વ્યક્ત કર્યો હતો. એટલુજ નહિ ભાવિકોને કોઈ કારણસર પ્રસાદ ન મળ્યો હોય તેમને ફરી પોસ્ટ કરીને અથવા મંદિર કાર્યાલયેથી રુદ્રાક્ષ અને ભસ્મ પ્રસાદ આપવામાં આવ્યા હતા. જેથી યાત્રીઓ આ પૂજા સેવાથી અતી પ્રસન્ન બન્યા હતા.
