Digital Payment: ડિજિટલ ચૂકવણીને અપનાવવામાં વડોદરા મંડલ અગ્રણી
Digital Payment: પશ્ચિમ રેલ્વેમાં પીઆરએસ કાઉન્ટર્સ પર ડિજિટલ ચૂકવણીને અપનાવવામાં વડોદરા મંડલ અગ્રણી

વડોદરા, 01 જુલાઈ: Digital Payment: ભારતીય રેલ દ્વારા ડિજીટલ લેન-દેન ને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશથી સતત પ્રયાસ કરવામાં આવે છે. એજ ક્રમમાં, 29 જૂન 2025 ના રોજ પશ્ચિમ રેલ્વેના વિવિધ મંડલોમાં પીઆરએસ કાઉન્ટર્સ પર ડિજિટલ ચૂકવણી સ્થિતિની સમીક્ષા કરવામાં આવી.
આ સમીક્ષામાં વડોદરા મંડલ 40% ડિજિટલ ચૂકવણી સાથે તમામ મંડલ પર ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરેલ છે. આ પ્રદર્શન આગળ વધતી ડિજિટલ જાગરૂકતાની સાથે-સાથે મંડલ દ્વારા કરેલ સંગઠન તથા સતત પ્રયાસોનું વાસ્તવિક પરિણામ છે.
વડોદરા ડિવિઝન દ્વારા હાથ ધરવામાં આવેલા મુખ્ય પ્રયાસો નીચે મુજબ છેઃ
આ પણ વાંચો:- Rajkot-Lalkuan Special Train: રાજકોટ-લાલકુઆં સ્પેશિયલ ટ્રેન ના ફેરા લંબાવવામાં આવ્યા
- યાત્રીઓને ડિજિટલ પેમેન્ટ માટે સતત સલાહ (counselling) આપવામાં આવી રહી છે.
- ડિજિટલ ટ્રાન્ઝેક્શન અંગે લોકોમાં જાગરૂકતા લાવવા માટે સ્ટ્રીટ નાટકોનું આયોજન કરવામાં આવ્યું છે.
- ડિજિટલ પેમેન્ટના ફાયદાની જાણકારી આપવા માટે વિવિધ મુખ્ય સ્ટેશનો પર પોસ્ટરો અને નોટિસો લગાવવામાં આવી છે.
- બોર્ડ દ્વારા સમય-સમય પર વિશેષ જાગરૂકતા અભિયાન (special drives) કરવામાં આવી રહ્યા છે, જેનો ઉદ્દેશ્ય મુસાફરોને રોકડ ચૂકવણીથી દૂર કરી ડિજીટલ ચુકવણી પ્રતિ પ્રોત્સાહિત કરવાનો છે.
નોંધપાત્ર બાબત એ છે કે વડોદરા ડિવિઝન હેઠળ અંકલેશ્વર (89.54%), ગોધરા (82.78%) અને વડોદરા (59.31%) સ્ટેશન્સએ ડિજીટલ ચૂકવણીના ક્ષેત્રે સારી કામગીરી બજાવી છે.
પશ્ચિમ રેલવે મુસાફરોને સુવિધાજનક, પારદર્શી અને ઝડપી સેવા પૂરી પાડવા માટે સતત ડીજીટલ સાધનો અપનાવવા માટે પ્રયત્નશીલ છે અને ભવિષ્યમાં પણ આ દિશામાં કામ કરવાનું ચાલુ રાખશે.