sanedo mandali 2

Sanedo Mandali: સનેડો મંડળીનો અનોખો ગરબા: પરંપરા અને આધુનિકતાનો સંગમ

google news png

અમદાવાદ, 25 સપ્ટેમ્બર: Sanedo Mandali: અડાલજ ખાતે સનેડો મંડળીના ગરબા પ્રી-લૉન્ચ કાર્યક્રમનું ભવ્ય આયોજન થયું. ખાસ વાત એ રહી કે આ ગરબા માત્ર નૃત્ય પૂરતું મર્યાદિત નહીં રહે, પરંતુ દરરોજ વિવિધ પૌરાણિક કથાઓ અને ભારતીય સંસ્કૃતિના પ્રસંગો અનોખી રીતે રજૂ કરાશે.

નીશબાય કામના કામના વ્યાસનું કહેવું છે કે નાનપણથી જ તેઓ ક્રિએટીવ હતા. સમાજમાં ઘરે ઘરે ફરીને ડોનેશન એકત્ર કરીને મલ્લામાતા ગરબા આયોજિત કરતા. ગરબા પ્રત્યેનો શોખ નાનપણથી જ હતો. ગરબા માટે કોઈપણ પ્રસંગ હોય, તો તરત જ “કવુ ગરબા કરીએ” એવો ઉત્સાહ રહેતો. સાથે લીડરશીપનો પણ શોખ હતો. સ્કૂલમાં પણ લીડરશીપ કરતા. ત્યાર બાદ સેપ્ટમાં ભણાવવાનું શરૂ કર્યું, ઇન્ટીરિયર ડિઝાઇનિંગ કર્યું અને ત્યાં પણ છેલ્લે સેપ્ટના પ્રેસિડન્ટ બન્યા. ત્યાર બાદ અમદાવાદમાં ગરબી, એશીશ, ઢોલકી જેવા ગરબા ની ડિઝાઇન ભારતીય સંસ્કૃતિ પર આધારિત કરી હતી. આ વર્ષે પણ…

સનેડો મંડળીનું ગરબા: આધુનિકતા સાથે સંસ્કૃતિનો મેળ

સનેડો મંડળી ગરબા નો પ્રી-લૉન્ચ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો. ખાસ વાત એ છે કે આ ગરબા માત્ર નૃત્ય પૂરતું સીમિત નથી, પરંતુ દરરોજ વિવિધ પૌરાણિક કથાઓ અને ભારતીય સંસ્કૃતિને અનોખી રીતે રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

સનેડો એ એક થીમેટિક ગરબા છે, જ્યાં આપણો અખંડ ભારતીય વારસો આધુનિક અંદાજમાં ઉજવાય છે. સંગીત, નૃત્ય અને લોકકથાઓના મિશ્રણથી યુવા પેઢીને સંસ્કૃતિ સાથે જોડવાનો હેતુ છે. પરંપરા અને આધુનિકતાનો આ સુંદર સંગમ આજના સમયમાં ગરબાને વધુ જીવંત અને યાદગાર બનાવે છે.

આ પણ વાંચો:- The key to happiness: ક્રોધ કેમ દૂર કરવો: વિદિતાત્માનંદ સરસ્વતીજી

સનેડો મંડળીનો આ પહેલો પ્રયાસ જોતાં લાગે છે કે આ સફર આગળ ચાલી સંસ્કૃતિને નવી ઊંચાઈએ પહોંચાડશે.


કામના વ્યાસનો અભિપ્રાય

સનેડો મંડળી સાથે સંકળાયેલી કામના વ્યાસે જણાવ્યું કે,

kamna vyas

“ગરબા એ ફક્ત મનોરંજન નથી, એ આપણી ઓળખ છે. ભલે પ્રોફેશનલ સ્તરે પરફોર્મ કરીએ, પણ આપણું મૂળ અને સંસ્કૃતિ કદી ભૂલવી ન જોઈએ.”

વ્યાસે વધુમાં ઉમેર્યું કે નાનપણથી જ તેમને ગરબા પ્રત્યેનો શોખ, સર્જનાત્મકતા અને લીડરશીપની લગન હતી. શાળા-કૉલેજથી શરૂ થયેલી તેમની આ સફર આજે સંસ્કૃતિને આધુનિક રીતે રજૂ કરવાની દિશામાં આગળ વધી રહી છે.


સંગીત, નૃત્ય અને વારસાનો મિલાપ

સનેડો મંડળીનો (Sanedo Mandali) આ પહેલો પ્રયાસ માત્ર નૃત્ય સુધી સીમિત નહીં રહી, પરંતુ સંગીત, લોકકથાઓ અને પૌરાણિક પ્રસંગોના સંયોજન દ્વારા યુવા પેઢીને સંસ્કૃતિ સાથે જોડવાનો છે.

View this post on Instagram

A post shared by Buyer Junction (@buyerjunction)

આ કાર્યક્રમમાં પરંપરા અને આધુનિકતાનો એવો સુંદર મેળ જોવા મળશે, જે આજના સમયમાં ગરબાને વધુ જીવંત, યાદગાર અને સાંસ્કૃતિક મહત્ત્વનો બનાવશે.

Sanedo Mandali

આગળની સફર

ગરબા હવે ફક્ત મોજમસ્તીનો પ્રસંગ નહીં, પરંતુ ભારતીય વારસાની ઉજવણીનો વિશાળ ઉત્સવ બની રહ્યો છે. સનેડો મંડળીનો (Sanedo Mandali) આ પહેલો પ્રયત્ન જોતાં લાગે છે કે, આવનારા સમયમાં આ પ્રયોગ સંસ્કૃતિને નવી ઊંચાઈએ પહોંચાડશે.

OB banner
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો