2a878eb5 ce17 4155 9430 94ed7a53a9fa

કુમકુમ મંદિર દ્વારા શિક્ષાપત્રી ૧૯પ મી જયંતી(shikshapatri jayanti)ની ઉજવણી, આ પ્રસંગે શિક્ષાપત્રીની ૨૫ પારાયણો કરવામાં આવ્યા

shikshapatri jayanti

ધર્મ ડેસ્ક, 16 ફેબ્રુઆરીઃ વસંતપંચમીના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે લખેલ ગ્રંથ સર્વજીવહિતાવહ શિક્ષાપત્રી(shikshapatri jayanti)ની ૧૯પ મી જયંતી હોવાથી શ્રી સ્વામિનારાયણ મંદિર-કુમકુમ સેવા કેન્દ્ર હીરાપુર ખાતે મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં સવારે ૯-૦૦ થી ૧૦-૩૦ શ્રી સ્વામિનારાયણ ભગવાનનું ષોડ્‌શોપચારથી મહાપૂજન કરીને પંચામૃત થી અભિષેક કરવામાં આવ્યો અને ત્યારબાદ શિક્ષાપત્રીની પારાયણ કરવામાં આવી.

3dbaf25c 2f21 4729 9dc7 2a88e6a0baa7

આ પ્રસંગે 12 x 18 ઈંચની રંગીન વિશાળ શિક્ષાપત્રીનું પૂજન કરવામાં આવ્યું.આ પ્રસંગે શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરુપદાસજી સ્વામી અને શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામીએ પ્રાસંગિક પ્રવચન આપ્યું. અંતમાં સદ્‌ગુરુ સ્વામી શ્રી આશીર્વચન પાઠવ્યા. વસંતપંચમી હોવાથી વસંતકુંભનું સ્થાપન કરીને વસંતનો શ્રીજી વિજય સેવા સમિતિના સભ્યો દ્રારા ઔચ્છવ કરવામાં આવ્યો.

Whatsapp Join Banner Guj

કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ શિક્ષાપત્રીની વિશિષ્ટતા અંગે જણાવ્યું હતું કે,સહજાનંદસ્વામીએ આ શિક્ષાપત્રીની રચના સંવત્‌ ૧૮૮ર ના વસંતપંચમીના રોજ વડતાલમાં કરી હતી.શિક્ષાપત્રી એટલે સ્વામિનારાયણ સંપ્રદાયનું અભૂતપૂર્વ અલૌકિક બંધારણ.

શિક્ષાપત્રી અંગ્રેજી, હિન્દી, સંસ્કૃત, ગુજરાતી આદી અનેક ભાષાઓમાં ઉપલબ્ધ છે.
અણમોલ શિક્ષાપત્રી શ્રી સ્વામિનારાયણ ભગવાને રાજકોટમાં મુંબઈના ગર્વનર સર જ્હોન માલ્કમને તા.26-02-1830 ના રોજ ભેટમાં અર્પણ કરી હતી. હાલ તે ઇંગ્લેન્ડની ઓક્સફર્ડ યુનિવર્સિટીની બોડ્‌લીયન લાયબ્રેરીમાં સંગ્રહિત કરવામાં આવેલી છે. આમ, શિક્ષાપત્રી ગ્રંથ ગરીબોનાં નાનાં ઝૂંપડાંમાંથી માંડીને સારાય સારાય વિશ્વમાં ફેલાયેલી છે.

Whatsapp Join Banner Guj

સરદાર વલ્લભભાઈ પટેલ કહે છે કે, શ્રી સ્વામિનારાયણ ભગવાને લખેલી શિક્ષાપત્રી પ્રમાણે સમાજ વર્તે તો દેશમાંથી પોલીસ થાણા તથા સર્વ પ્રકારની કોર્ટો ઉઠાવી લેવી પડે. મહાત્મા ગાંધીજી કહે છે કે, હિન્દુસ્તાનમાં ઘણા ધર્મો છે. પણ સ્વામિનારાયણ ધર્મ પ્રસંશનીય, શુદ્ધ અને આકર્ષક છે. મને આ ધર્મને વિષે ઘણું માન છે.

આ પણ વાંચો…

જામનગર નજીક બે રીક્ષા અને એક કાર વચ્ચે અકસ્માત(accident) સર્જાતા 4 લોકોની હાલત ગંભીર