યુવાઓ માટે સારા સમાચારઃ બજેટમાં રુપાણી સરકારે 20 લાખ બેરોજગારોને નોકરી(employment) આપવાની કરી જાહેરાત- વાંચો ક્યા ફિલ્ડના લોકો લઇ શકશે લાભ

ગાંધીનગર,03 માર્ચઃ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને નાણા પ્રધાન નીતિન પટેલે બજેટ દરમ્યાન સરકારી નોકરીમાં બે લાખ યુવાઓની ભરતી(employment)નો દાવો કર્યો છે. નીતિન પટેલે જણાવ્યુ હતુ કે, આગામી પાંચ વર્ષમાં મેન્યુફેક્ચરીંગ, ફાર્મા, એનર્જી, એન્જીનયરિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આઈટી, પ્રવાસન, બેન્કિંગ સહિતના વિવિધ ક્ષેત્રોમાં યુવાઓ માટે 20 લાખ રોજગારીની તકો ઉભી કરવામાં આવશે.
રાજ્યમાં વિવિધ પ્રકારની રોજગારીની વ્યાપક તકો ઉપલ્બધ થાય તે માટે સરકાર દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે. સરકાર વેપાર, ઉદ્યોગ, ખેતી અને પશુપાલનને પ્રોત્સાહન આપવાની સાથે રોજગારીની પૂરી તક મળે તે માટે કામ કરી રહી છે. સરકાર દ્વારા આગવી પહેલ કરી છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યની રોજગાર કચેરીઓ મારફત કુલ 17,86,797 યુવાનોને રોજગારી પુરી પાડવામાં આવી છે. વૈશ્વિક કક્ષાના તેમજ ઉદ્યોગોની માંગ આધારિત કૌશલ્ય નિર્માણ માટે નાસ્મેદ, ગાંધીનગર ખાતે 20 એકરમાં પીપીપી ધોરણે ટાટા ગૃપના સહકારથી ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઑફ સ્કીલ્સનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવેલ છે. જેથી રાજ્યના યુવાનો માટે રોજગારીની તકો વધશે.
ભરતી માટે રૂપિયા 92 કરોડની જોગવાઇ
- ગુજરાત સ્કીલ ડેવલપમેન્ટ મિશન મારફતે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના અને અન્ય કૌશલ્ય વિકાસ યોજનાઓના માધ્યમથી 70 હજાર યુવાનોને કૌશલ્ય તાલીમ આપવા માટે રૂપિયા 50 કરોડની જોગવાઇ.
- યુવાનોને રોજગાર માટે તાલીમબદ્ધ કરવા ભારત સરકાર દ્વારા સ્ટ્રાઇવ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલ છે. આ પ્રોજેક્ટમાં રાજ્યની કુલ 30 ઔદ્યોગિત તાલીમ સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવેલ છે. આ પ્રોજેક્ટ માટે રૂપિયા 33 કરોડની જોગવાઇ.
- નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ધોરણે રાજ્યમાં સ્કીલ ઇકો સિસ્ટમને મજબૂત કરવા ગુજરાત સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશનની સ્થાપના માટે રૂપિયા 30 કરોડનું મૂડી રોકાણ કરવામાં આવશે.
- આઇ.ટી.આઇ. નવા મકાનો, વર્કશોપ, થીયરીરૂમ અને સ્ટાફ ક્વાર્ટર્સ બનાવવા તેમજ તેને આધુનિક સાધનોથી સુસજજ્ કરવા જેવી માળખાકીય સુવિધાઓના નિર્માણ માટે રૂપિયા 264 કરોડની જોગવાઇ.
- અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના અંદાજે 1,20,000 બાંધકામ શ્રમિકોને કડિયાનાકા તેમજ કામના સ્થળે સિટી બસ મારફતે જવા-આવવા માટે મુસાફરી ખર્ચમાં સહાય આપવામાં આવશે, જેના કારણે કામદારોને મુસાફરીના ખર્ચમાં ઘટાડો થશે અને તેમની આવકમાં વધારો થશે. આ સહાય આપવા માટે રૂપિયા 50 કરોડની જોગવાઇ
- શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત નોંધાયેલ બાંધકામ શ્રમિકોને માત્ર 10 રૂપિયામાં બપોરના ભોજનનો લાભ આપવામાં આવે છે. હવે યુ-વીન કાર્ડ ધારકોને પણ આ યોજનાનો લાભ આપવામાં આવશે. જે માટે કુલ રૂપિયા 35 કરોડની જોગવાઇ.
- ધન્વન્તરી આરોગ્ય રથ યોજના અંતર્ગત બાંધકામ શ્રમિકોને આરોગ્ય વિષયક સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. વધુ 16 આરોગ્ય રથની સુવિધા પૂરી પાડવા રૂપિયા 25 કરોડની જોગવાઇ.
- બાંધકામ શ્રમિકોના પત્ની તેમજ મહિલા બાંધકામ શ્રમિકોને હાલમાં પ્રસૂતિ સહાય પેટે રૂપિયા 7500ની સહાય આપવામાં આવે છે. તેને ઉદાર બનાવતા હવે મહિલા બાંધકામ શ્રમિકોને સગર્ભા અવસ્થા દરમિયાન છેલ્લા બે માસ અને પ્રસૂતિ બાદના બે માસ, એમ કુલ ચાર માસ સુધી માસિક રૂપિયા 5000ની સહાય આપવામાં આવશે. આમ મહિલા બાંધકામ શ્રમિકોને બે બાળક સુધી પ્રસૂતિ સહાય પેટે કુલ 27,500 આપવામાં આવશે. જેના માટે કુલ રૂપિયા 6 કરોડની જોગવાઇ છે.
- બાંધકામ શ્રમિકોને હાઉસિંગ સબસિડી યોજના હેઠળ બેંકમાંથી લીધેલી લોન પર પાંચ વર્ષ સુધી, પ્રતિ વર્ષે રૂપિયા વીસ હજારની વ્યાજ સહાય આપવામાં આવશે.
આ પણ વાંચો…
Apple iPhone 12 Mini: 6 હજારના ડિસ્કાઉન્ટ સાથે લઈ આવો એપલનો આઈફોન, જાણો ફિચર્સ

