Gujrat

કમલમ(dragon fruit)ની ખેતી માટે બજેટમાં ફાટવવામાં આવ્યા 15 કરોડ, જાણો ક્યા વિસ્તારમાં થશે વાવેતર

dragon fruit

ગાંધીનગર, 03 માર્ચઃ ગુજરાતના સીએમ વિજય રુપાણીએ ડ્રેગન ફ્રૂટ(dragon fruit)ને કમલમ નામ આપ્યું હતું. ડ્રેગન ફ્રૂટ ની ખેતી કરતા ખેડૂતો માટે સારા સમાચાર છે. જી, હાંઆજે રાજ્યના નાણામંત્રી નીતિન પટેલે પોતાનું નવમું અને ગુજરાતનું વર્ષ 2021-22 માટેનું કુલ 2 લાખ 27 હજાર કરોડનું બજેટ રજુ કર્યું. બજેટમાં બાગાયત વિભાગ માટે કુલ 442 કરોડની ફાળવણી કરવામાં આવી છે તો સાથે સાથે વન અને પર્યાવરણ વિભાગ માટે 1 હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે. નર્મદા જિલ્લાના કેવડિયામાં ડ્રેગન ફ્રૂટ એવા કમલમના વાવેતર માટે પણ 15 કરોડથી વધુની રકમ ફાળવવામાં આવી છે.

Whatsapp Join Banner Guj

રાજ્યના નાણા પ્રધાન નીતિન પટેલે વન અને પર્યાવરણ વિભાગ માટે 1 હજાર 817 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. બજેટમાં કમલમના બે લાખ રોપા નર્સરીમાં ઉછેર કરી કેવડિયાની આજુબાજુના 50 કિલોમીટરની ત્રિજ્યામાં કમલમ (ડ્રેગન ફ્રૂટ)નું વાવેતર તથા જાળવણી  માટે 15 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.  આ ઉપરાંત રાજ્યમાં વન વિસ્તાર સિવાયના વિસ્તારમાં સામાજિક વનીકરણ માટે 219 કરોડની જોગવાઈ કરાઈ છે.

રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે બજેટ સ્પીચમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ઉલ્લેખ કરતા કહ્યુ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વિશ્વ પ્રવાસન સ્થળનો આયોજનબધ્ધ વિકાસ થાય તે માટે સરકાર દ્વારા સ્ટેચ્યુઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરીઝમ ગવર્નન્સ ઓથોરીટીની રચના કરવામાં આવી. કેવડીયાના સંકલીત વિસ્તારમાં જંગલ સફારી, આરોગ્ય વન, એકતા ક્રુઝ, રીવર રાફ્ટીંગ,નેવિગેશન ચેનલ, ગરુડેશ્વર વિયર, હાઈ-લેવલ ગોરા બ્રિજ, બે બસ ટર્મીનસ જેવી યોજનાઓનો સમાવેશ થાય છે. જેથી બજેટમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એરીયા ડેવલપમેન્ટ માટે 652 કરોડની જોગવાઈની જાહેરાત કરવામાં આવી.

Whatsapp Join Banner Guj

બિન ઉપજાઉ સરકારી પડતર જમીનને બાગાયતી અને ઔષધિય પાકોની ખેતી માટે ઉપયોગમાં લઇ શકાય તે હેતુથી રાજ્ય સરકારે મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશનની જાહેરાત કરેલ છે. આ યોજનામાં પ્રથમ તબક્કે કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાની ૫૦ હજાર એકર ખરાબાની બિનઉપજાઉ જમીન આધુનિક ટેક્નોલોજીથી ઉપજાઉ બનાવવા માટે અને તે દ્વારા મોટી સંખ્યામાં નવી રોજગારીનું નિર્માણ કરવા માટે પ્રગતિશીલ ખેડૂતો, સક્ષમ વ્યક્તિઓ, સંસ્થાઓ, કંપનીઓ અથવા ભાગીદારી પેઢીને ભાડાપટ્ટે આપવામાં આવશે. જેના થકી બે લાખ મેટ્રિક ટન બાગાયતી પાકોનું ઉત્પાદન અને પ્રોસેસિંગની તકો ઊભી થશે. આ યોજના માટે રૂ. ૧૦૦ કરોડની જોગવાઇ. નર્સરીઓ અને સેન્ટર ઓફ એક્સેલેન્સના સુદ્દઢીકરણ તેમજ અર્બન હોર્ટિકલ્ચર ડેવલોપમેન્ટ કેન્દ્રોમાં તાલીમ આપવા માટે રૂ. ૨ કરોડની જોગવાઈ.

આ પણ વાંચો…

યુવાઓ માટે સારા સમાચારઃ બજેટમાં રુપાણી સરકારે 20 લાખ બેરોજગારોને નોકરી(employment) આપવાની કરી જાહેરાત- વાંચો ક્યા ફિલ્ડના લોકો લઇ શકશે લાભ