SBI edited

SBI E-Auction 2021:પ્રોપર્ટી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો SBI સસ્તા ભાવે પ્રોપર્ટી ખરીદવા માટે આપે છે તક, 5 માર્ચથી શરુ થનારા ઈ-ઓક્શન વિશે વાંચો જરુરી માહિતી

SBI E-Auction 2021

બિઝનેસ ડેસ્ક, 03 માર્ચઃ આ દિવસોમાં જો તમે ઓછી કિંમતમાં સારી પ્રોપર્ટી ખરીદવા માગો છો તો દેશની સૌથી મોટી બેંક SBI તમારા માટે સારી તક લઈને આવી છે. SBI તેની પાસે ગિરવે રાખેલી પ્રોપર્ટીની હરાજી કરી રહી છે. SBI(SBI E-Auction 2021) દ્વારા કરવામાં આવતી હરાજીવાળી સંપત્તિમાં હાઉસિંગ,રેસિડેન્સિયલ, કોમર્શિયલ, ઈન્ડસ્ટ્રિયલ જેવી પ્રોપર્ટી સામેલ છે. આ મેગા ઈ-ઓક્શન 5 માર્ચથી કરવામાં આવશે.

બેંકની તરફથી સમયાંતરે ડિફોલ્ટર પાસેથી રિકવરી માટે મોર્ગેજ પ્રોપર્ટીની હરાજી કરવામાં આવે છે. SBI સમયાંતરે આ પ્રકારની પ્રોપર્ટીની હરાજી કરતી રહે છે. આ હરાજીમાં બેંક તેની બાકી રકમ વસૂલવા માટે મિલકતનું વેચાણ કરે છે.

Whatsapp Join Banner Guj

હરાજીમાં સામેલ થવા માટે આટલી બાબતોનું ધ્યાન રાખવું

  • ઈ-ઓક્શનમાં ભાગ લેવા માટે અર્નેસ્ટ મની ડિપોઝિટ (EMD) જમા કરાવવી પડશે.
  • ઈ-ઓક્શનમાં ભાગ લેવા માટે તમે ઓનલાઈન અપ્લાય કરી શકો છો.
  • બ્રાંચમાં જઈને KYCની સંપૂર્ણ માહિતી માટે તમામ ડોક્યુમેન્ટ જમા કરાવવા પડશે.
  • વેલિડ ડિજિટલ સિગ્નેચર જરૂરી હશે. જો તમે હરાજીમાં ભાગ લેવા માગો છો તો ઈ-ઓક્સનર્સ અથવા બીજી કોઈ માન્ય એજન્સીમાં જઈને તમારી ડિજિટલ સિગ્નેચર લઈ શકો છો.
  • બ્રાંચ પર EMD અને KYC ડોક્યુમેન્ટ્સ જમા કરાવ્યા બાદ ઈ-ઓક્શન કરનારની તરફથી બિડર્સના ઈમેલ ID પર લોગિન ID અને પાસવર્ડ મોકલવામાં આવશે, જેના દ્વારા હરાજીમાં ભાગ લઈ શકાય છે.
Whatsapp Join Banner Guj

દેશમાં વિવિધ શહેરોમાં પ્રોપર્ટી છે
આ પ્રોપર્ટી દેશના વિવિધ શહેરોમાં છે તેથી તમે તેના માટે તમારા લોકેશન પ્રમાણે બોલી લગાવી શકો છો. આ વેબસાઈટ પર તમને પ્રોપર્ટી માટે રિઝર્વ પ્રાઈસ પણ આપવામાં આવી છે.

વેબસાઈટ અને હેલ્પલાઈન

  • હરાજી કરવામાં આવતી પ્રોપર્ટી વિશે વધુ જાણકારી માટે તમે આ લિંક https://www.bankeauctions.com/Sbi પર વિઝિટ કરી શકો છો. અહીં તમને પ્રોપર્ટીની સંપૂર્ણ માહિતી મળી જશે.
  • તે ઉપરાંત આ લિંક https://ibapi.in/ દ્વારા પણ તમે તમારી પ્રોપર્ટી વિશે જાણકારી પ્રાપ્ત કરી શકો છો. SBIની તરફથી હેલ્પલાઈન નંબર – (033-40602403/40067351/40628253/40645316/40645207/40609118) પણ જાહેર કરવામાં આવ્યો છે. તેના પર કોલ કરીને પણ તમે જાણકારી પ્રાપ્ત કરી શકો છો.

આ પણ વાંચો…

કમલમ(dragon fruit)ની ખેતી માટે બજેટમાં ફાટવવામાં આવ્યા 15 કરોડ, જાણો ક્યા વિસ્તારમાં થશે વાવેતર