Screenshot 20200317 173005 01 3

કોરોનાના વધતા કેસની વચ્ચે મુખ્યમંત્રી વિજય રુપાણી(CM Vijay rupani)ની મોટી જાહેરાત, સાથે લોકડાઉનની વાતો પર મૂક્યો પૂર્ણવિરામ

CM Vijay rupani

ગાંધીનગર, 18 માર્ચઃ કોરોના સંક્રમણને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણી(CM Vijay rupani)એ પત્રકાર પરિષદ સંબોધી હતી. સતત વણસી રહેલી સ્થિતિ અંગે સીએમ રૂપાણીએ કહ્યું કે, કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે, જેને પગલે રાજ્ય સરકારે પૂરતા પગલા લીધાં છે. ગુજરાતમાં ફરી એકવાર કોરોના વિસ્ફોટ થયો છે અને ૯૦ દિવસના અંતરાલ બાદ ૧૧૨૨ કેસ નોંધાયા છે.

ADVT Dental Titanium

લોકડાઉન અંગે મહત્વની જાહેરાત કરવામાં આવી છે કે ગુજરાતમાં લોકડાઉન લાગુ નહી થાય.રાત્રી કર્ફ્યૂના સમયમાં બદલાવ અને એએમટીએસ તથા બીઆરટીએસ બસો રાતોરાત બંધ કરવાના રાજ્ય સરકારના નિર્ણય બાદ લોકોમાં ફફડાટ હતો કે કદાચ રાજ્યમાં ફરીથી લૉકડાઉન થઇ શકે છે. આ અંગે સીએમ રૂપાણીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, રાજ્યમાં લૉકડાઉન નહીં થાય. સીએમ રૂાપાણીએ જણાવ્યું કે ગૃહ અને આરોગ્ય ખાતાને સ્પષ્ટ સૂચના આપી દીધી છે, કડકાઇ કરવામાં આવશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, હવે કોરોના મામલે ઢીલાસ નહિ ચાલે. લોકોને બિનજરૂરી હેરફેર ન કરવાની મુખ્યમંત્રીએ અપીલ કરી છે. સાથે જ લોકડાઉનની શક્યતા વચ્ચે તેમણે સ્પષ્ટતા કરી કે, લોકડાઉન નહિ આવે. આમ, તેમણે લોકડાઉનની વાતો અને અફવા પર પૂર્ણવિરામ મૂક્યું છે. સાથે જ કહ્યું કે, પરીક્ષા રદ કરવા મામલે હવે પછી નિર્ણય લેવાશે. 

Whatsapp Join Banner Guj

તેમણે કહ્યું કે, પહેલા વ્યવસ્થાઓ હતી, તે રીતે જ બેડ તૈયાર છે. કેસ વધે તેની સરખામણીમાં છ ગણા બેડ ઉપલબ્ધ કરાવી રહ્યાં છે. ખાનગી હોસ્પિટલમાં પણ બેડ ઉપલબ્ધ કરાવવા કહ્યું છે. ખાનગી હોસ્પિટલમાં આવશ્યકતા મુજબ વ્યવસ્થા કરીશું. આરોગ્ય ખાતાને સ્પષ્ટ સૂચના અપાઈ છે કે, કડકાઈ કરાવવામાં આવશે. સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવશે. એસઓપીનું ભંગ ન થાય તે જોવાશે. પણ હાલ લોકડાઉનની વાત નથી. ભૂતકાળમાં કર્યું હતું, પણ હાલ લોકડાઉન નહિ લગાવાય. શાળા-કોલેજ ચાલુ રાખવા કે નહિ તે નિર્ણય આગામી સમયમાં લેવાશે.

આ પણ વાંચો….

50 ટકા ખાનગી હોસ્પિટલ(private hospital)ના બેડ પર AMC તરફથી કોરોના દર્દીઓને ફ્રીમાં મળતી સારવાર હવે થઇ રદ, દર્દીએ રુપિયા ખર્ચવા પડશે..વાંચો સંપૂર્ણ માહિતી