વધતા કેસોની વચ્ચે મળ્યા રાહતના સમાચારઃ ઝાયડસ(Zydus Cadila)ની રસી બની અસરકારક, 7 દિવસમાં જ રિપોર્ટ આવ્યો નેગેટિવ- કંપનીએ કરી જાહેરાત

અમદાવાદ, 05 એપ્રિલઃ કોરોનાના વધતા કેસોની વચ્ચે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. જાણીતી દવા કંપની ઝાયડસ કેડિલા (Zydus Cadila) એ કોરોનાની સારવાર માટેની દવા PegIFN માટે મંજુરી માગી છે. ફેઝ-3ના ઇન્ટરીમ રિઝલ્ટમા સારા પરિણામ ઝાયડસ કેડિલા કંપનીએ DCGI પાસેથી મંજૂરી માંગી છે. કંપનીના રિસર્ચમાં 91 ટકા જેટલા દર્દીઓને 7 દિવસમાં દવા લીધા બાદ કોરોના નેગેટિવ આવ્યો છે.

Zydus Cadila એ સોમવારે જાહેરાત કરી કે, તેણે COVID-19 ની સારવાર માટે Pegylated Interferon Alpha 2b ના ઉપયોગ માટે DCGI પાસેથી મંજૂરી માંગતી અરજી કરી છે. સાથે જ Zydus Cadila એ પણ જાહેરાત કરી કે, Pegylated Interferon Alpha 2b ની સાથે ત્રીજા ફેઝમાં પરીક્ષણમાં COVID -19 ની સારવારમાં અમને આશાજનક પરિણામો મળ્યા છે. સાથે જ કંપનીએ જણાવ્યું કે, આ દવાથી અમે દર્દીને વહેલી તકે સારવાર કરી શકાય તેવા પરિણામો મળ્યા છે. સાથે જ તેની ગંભીર આડઅસરથી પણ બચવામાં સફળતા મળી છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ઝાયડસ કેડિકલા કંપનીએ રેમડિસિવીર દવાના પોતાના જેનરિક વર્ઝનની કિંમતમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. કંપની રેમડેસિવિરના જેનરિક વર્ઝનને રેમડેક બ્રાન્ડથી વેચે છે. હવે તેની નવી કિંમત 2800 રૂપિયાથી ઘટીને 899 રૂપિયા પ્રતિ બોટલ (100 એમજી) છે. કંપનીએ ઓગસ્ટ 2019 માં રેમડેકને દેશમાં લોન્ચ કરી હતી. તે સમયે ઈન્જેક્શનના રૂપમાં આપવામાં આવતી આ દવાની 100 એમજીના બોટલની કિંમત 2800 રૂપિયા હતી. ઝાયડસ કેડિલાએ ગત શુક્રવારે એક નિવેદનમાં કહ્યું કે, રેમડેસિવીર કોવિડ 19 ની સારવારમાં એક મહત્વની દવા છે.
આ પણ વાંચો….

