શેરબજાર(Stock Market)ને પણ લાગ્યું કોરોનાનું ગ્રહણઃ રોકાણકારોની ચિંતામાં થયો વધારો, સેન્સેક્સ થયું ડાઉન

Stock Market

બિઝનેસ ડેસ્ક, 05 એપ્રિલઃ દુનિયાભરમાં કોરોના કાળો કહેર વરસી રહ્યો છે. એક તરફઆશિંક લોકડાઉનના કારણે છેલ્લાં એક વર્ષથી વેપાર-ધંધા પડી ભાંગ્યા છે. ત્યારે હવે ફરી એકવાર લોકડાઉનના એંધાણ મંડરાઈ રહ્યાં છે. જેની સીધી અસર હવે સ્ટોક માર્કેટ (Stock Market) એટલેકે, શેરબજાર પર પણ જોવા મળી રહી છે. 

Whatsapp Join Banner Guj

મીડિયા રિપોર્ટ અનુસાર, દેશમાં રવિવારે રેકોર્ડ 1 લાખ 3 હજાર 794 નવા સંક્રમિત મળ્યા છે. આ એક દિવસનો સૌથી મોટો આંકડો છે. આ પહેલાં 16 સપ્ટેમ્બર 97,860 નવા દર્દી મળ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 52,840 દર્દી સાજા થયા અને 477ના મોત થયા છે. કોરોનાના ગ્રહણને કારણે સેન્સેક્સ 1300 પોઈન્ટ ડાઉન(Stock Market) થયો છે. જ્યારે નિફ્ટી 14600 પોઈન્ટની નીચે પહોંચી ગયો છે અને બોમ્બે સ્ટોક એક્સચેન્જના 64% શેરમાં ઘટાડો નોંધાયો છે. આ આંકડાઓએ વેપારીઓ અને ઉદ્યોગ સાહસિકોની ચિંતા વધારી દીધી છે.

ADVT Dental Titanium
  • સેન્સેક્સ હાલ નોંધપાત્ર ઘટાડા સાથે 48,729 પર વેપાર કરી રહ્યો છે. સેન્સેક્સમાં સામેલ 30માંથી 27 શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. જેમાં બજાજ ફાઈનાન્સ, SBI અને ઈન્ડસઈન્ડ બેન્કના શેર સૌથી વધારે 5-5%થી વધારે ઘટ્યા છે. આ પહેલાં 26 માર્ચે સેન્સેક્સ 49 બજારથી નીચે આવ્યો હતો.
  • નિફ્ટી પણ 337 અંક ઘટીને 14,529 પર વેપાર કરી રહ્યો છે. રોકાણકારો સૌથી વધારે વેચવાલી બેન્કિંગ શેરોમાં કરી રહ્યા છે. નિફ્ટી બેન્ક ઈન્ડેક્સ 1331 અંક એટલે કે 3.9% નીચે 32,526.35 આવી ગયો છે. આ જ રીતે ઓટો ઈન્ડેક્સ 2.9% અને મેટલ ઈન્ડેક્સ 1.3% નીચે આવી ગયો છે.
  • BSE પર 2,688 શેરમાં વેપાર થઈ રહ્યો છે. 703 શેર વધારા સાથે અને 1,822 શેર ઘટાડા સાથે વેપાર કરી રહ્યો છે. તેમાં 206 શેરમાં લોઅર સર્કિટ લાગી છે. એક્સચેન્જ પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 203.38 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. જે 1 એપ્રિલે 207.25 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.

આ પણ વાંચો….

Coronavirus: દેશના આ રાજ્યોની ગંભીર ચિંતાજનક સ્થિતિ, ગુજરાતનું નામ પણ સામેલ, રાજ્યોને આરટીપીસીઆર દ્વારા ટેસ્ટ કરવાનું અપાયુ સૂચન