EyL99fZVIAAOcsA

chhattisgarh naxal attack: શહીદોને શ્રદ્ધાંજલિ આપવા ગૃહમંત્રી અમિત શાહ જગદલપુર પહોંચ્યા- ઘાયલ જવાનો સાથે પણ કરશે મુલાકાત

chhattisgarh naxal attack

નવી દિલ્હી, 05 એપ્રિલઃ ગઇ કાલે બીજાપુરમાં થયેલા નક્સલી હુમલા(chhattisgarh naxal attack)માં 22 જવાનોએ શહાદત વ્હોરી જેને લઈને આખો દેશ ગુસ્સામાં છે. નક્સલીઓના આ કાયરતાપૂર્ણ હરકત બાદ ગૃહ મંત્રાલય અલર્ટ મોડમાં આવી ગયું છે અને નક્સલીઓ વિરુદ્ધ મોટા ઓપરેશનની તૈયારીઓ થઈ રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે છત્તીસગઢના જગદલપુર પહોંચી ગયા છે. તેમણે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી. અમિત શાહની સાથે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે પણ શ્રદ્ધાંજલિ આપી.

આ સાથે જ ગૃહમંત્રી અમિત શાહ આજે હોસ્પિટલોમાં ઘાયલ જવાનો સાથે મુલાકાત પણ કરશે. સવારે જ અમિત શાહ દિલ્હીથી જગદલપુર માટે રવાના થયા. જગદલપુરમાં જ તેઓ નક્સલીઓ પર એક મોટી બેઠક પણ કરશે. આ અગાઉ દિલ્હીમાં અમિત શાહે મોટી બેઠક યોજી હતી. જેમાં ગુપ્તચર એજન્સીઓની સાથે સાથે અર્ધસૈનિક દળોના ઓફિસર પણ સામેલ હતા. 

ADVT Dental Titanium

ગૃહમંત્રી અમિત શાહ જગદલપુરમાં છે. અહીં તેમણે શહીદોને શ્રદ્ધાંજલિ આપી. ત્યારબાદ સીધા જગદલપુર પોલીસલાઈન પહોંચશે. જ્યાં કેન્દ્ર અને રાજ્યની એજન્સીઓ સાથે બેઠક કરશે. આ બેઠકમાં સીએમ ભૂપેશ બઘેલ પણ સામેલ થઈ શકે છે. ત્યારબાદ બાસાગુડા સ્થિત સીઆરપીએફ કેમ્પ જશે અને જવાનો સાથે વાતચીત કરશે.

Whatsapp Join Banner Guj

ત્યારબાદ અમિત શાહ ફરીથી જગદલપુર જશે અને પછી રાયપુર પહોંચશે. અહીંથી તેઓ રોડ માર્ગે રામકૃષ્ણ હોસ્પિટલ, નારાયણ હોસ્પિટલ અને એમએમઆઈ હોસ્પિટલ પહોંચશે. આ હોસ્પિટલોમાં એન્કાઉન્ટર દરમિયાન ઘાયલ થયેલા જવાનો દાખલ છે. જવાનો સાથે મુલાકાત બાદ ગૃહમંત્રી દિલ્હી પાછા ફરશે.

આ પણ વાંચો….

વધતા કેસોની વચ્ચે મળ્યા રાહતના સમાચારઃ ઝાયડસ(Zydus Cadila)ની રસી બની અસરકારક, 7 દિવસમાં જ રિપોર્ટ આવ્યો નેગેટિવ- કંપનીએ કરી જાહેરાત