Haridwar kumbh edited scaled

Mahakumbh 2021: આજે શાહી સ્નાન, 50 ટકા સંતો કોરોના સંક્રમિત થતા સંત સમાજ અને મેળા પ્રશાસનમાં ખળભળાટ

આજે સોમવતી અમાસ 2021 પર થનારા મહાકુંભ(Mahakumbh 2021) શાહી સ્નાનમાં કોરોનાનો કહેર

હરિદ્વાર,12 એપ્રિલ: આજે સોમવતી અમાસ 2021 પર થનારા મહાકુંભ(Mahakumbh 2021) શાહી સ્નાનમાં કોરોનાએ વિધ્ન નાખ્યું છે. શાહી સ્નાન પહેલા જ સાધુ સંતોની સર્વોચ્ચ સંસ્થા અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિ સહિત અડધા ડઝનથી વધુ સંતો કોરોના સંક્રમિત થતા સંત સમાજ અને મેળા પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો છે. અત્રે જણાવવાનું કે કુંભના આ અઠવાડિયામાં સોમવારે અને બુધવારે કુંભમેળામાં શાહી સ્નાન છે.

શાહી સ્નાનમાં તમામ 13 અખાડા માતા ગંગામાં સ્નાન કરશે. જેમાંથી સાત સન્યાસી અખાડા અને ત્રણ બેરાગી અખાડી તથા ત્રણ વૈષ્ણવ અખાડા પણ સામેલ છે. આ સ્નાન હર કી પૌડી બ્રહ્મકુંડ પર થશે. પ્રશાસન દ્વારા શાહી સ્નાન(Mahakumbh 2021)ને લઈને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત કરાયો છે. સ્વાસ્થ્ય અધિકારીઓએ જણાવ્યું કે કુંભનગરીમાં રવિવારે નિરંજની અખાડાના એક જૂના અખાડાના બે વધુ સંત કોરોના સંક્રમિત થયા છે. નવા કેસ મળીને અત્યાર સુધીમાં બંને અખાડામાં કુલ 9 સંત કોવિડ 19 સંક્રમિત મળી આવ્યા છે. મહાકુંભ મળા માટે ઉત્તરદાયી અખાડ પરિષદના અધ્યક્ષ નિરંજની અખાડાના મહંત નરેન્દ્ર ગિરીનો રવિવારે આવેલો તપાસ રિપોર્ટમાં કોવિડ-19 પુષ્ટિ થતા મહાકુંભના અધિકારીઓમાં હડકંપ મચ્યો છે.

Whatsapp Join Banner Guj

મહંત નરેન્દ્ર ગિરી હાલમાં અનેક કાર્યક્રમોમાં સામેલ થયા હતા. આ બધા વચ્ચે સૂત્રોએ જણાવ્યું કે નિરંજની અખાડાના સચિવ રવિન્દ્રપૂરી મહારાજની તબિયત પણ ખરાબ છે. તેઓ પણ ક્વોરન્ટાઈનમાં છે. જ્યારે મોટા અખાડાના મહંત રઘુમુનિ મહારાજનું પણ સ્વાસ્થ્ય ખરાબ છે. આ બધા સંતો આજે થનારા સોમવતી અમાસનું શાહી સ્નાન કરી શકશે નહીં. 

આ બધા વચ્ચે કોવિડ-19ના સતત વધી રહેલા કેસ વચ્ચે ઉત્તરાખંડમાં રવિવારે નવા 372 કેસ નોંધાયા છે. જિલ્લા હોસ્પિટલના મુખ્ય ચિકિત્સક અધીક્ષક ડો.રાજેશ ગુપ્તા પણ રસીના બંને ડોઝ લેવા છતાં કોરોના વાયરસ સંક્રમિત થયા. આઈઆઈટી રૂડકીમાં રવિવારે 12 વધુ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થવાના કારણે ત્યાં કોરોના સંક્રમિતોની સંખ્યા 100ને પાર ગઈ. જિલ્લાધિકારી સી રવિશંકરે કહ્યું કે સ્વાસ્થ્ય વિભાગને મહંત નરેન્દ્ર ગિરીના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ કરવાના નિર્દેશ અપાયા છે. 

ADVT Dental Titanium

ઉલ્લેખનીય છે કે, આજે હર કી પૌડી પર લોકોએ સવારથી સ્નાન કરવા માટે ધસારો કર્યો છે. લોકો શાહી સ્નાન શરૂ થાય તે પહેલા ડુબકી લગાવી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો ડુબકી લગાવતા જોવા મળ્યા છે. કુંભમેળના આઈજી સંજય ગુંજ્યાલે કહ્યું કે સામાન્ય લોકો માટે 7 વાગ્યા સુધી ડુબકી લગાવી શકાશે ત્યાર પછીનો સમય અખાડા માટે રિઝર્વ છે. 

આ પણ વાંચો….

કોરોના મુદ્દે હાઇકોર્ટ(highcourt)માં સુનવણી: હાઇકોર્ટે સરકારને આડે હાથ લેતા કહ્યું- કેમ સરકાર વહેલા જાગી નહીં ? વાંચો વધુમાં શું કહ્યું..!