kaushal kishore 1577694227

વધતા કોરોનાના કેસ જોતા ભાજપના સાંસદે પંચાયત ચૂંટણી ટાળવા(postpone panchayat election)ની માગણી કરી… ટ્વીટ દ્વારા જણાવી લખનઉની હાલત

લખનઉ, 14 એપ્રિલઃ ભાજપના સાંસદ કૌશલ કિશોરે ટ્વીટ કરીને ચૂંટણી પંચ(postpone panchayat election)ને અપીલ કરી છે કે લખનઉમાં કોરોના આઉટ ઓફ કંટ્રોલ છે. લખનઉમાં હજારો પરિવાર કોરોનાની ઝપેટમાં ખરાબ રીતે બરબાદ થઈ રહ્યા છે. સ્મશાન ઘાટો પર લાશોના ઢગલા લાગ્યા છે. તેમણે લખ્યું કે હાલ ચૂંટણી જરૂરી નથી, લોકોના જીવ બચાવવા જરૂરી છે. આથી ચૂંટણી પંચે તત્કાળ ધ્યાનમાં લઈને લખનઉમાં પંચાયત ચૂંટણી(postpone panchayat election)ને નિર્ધારિત તિથિથી એક મહિનો આગળ વધારવી જોઈએ.

બીજેપી નેતા કૌશલ કિશોર લખનઉના મોહનલાલ ગંજ બેઠકથી ભાજપના સાંસદ છે. તેઓ ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ પણ છે. તેમણે પોતાની(postpone panchayat election) ટ્વીટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સાથે સીએમઓ ઓફિસને પણ ટેગ કર્યા છે.

Whatsapp Join Banner Guj

નોંધનીય છે કે, ઉત્તર પ્રદેશમાં કોરોનાના કેસ 13 દિવસમાં જ 7 ગણા વધી ગયા છે. એક દિવસમાં કોરોનાથી મૃત્યુ પામનારાની સંખ્યા પણ 9 ગણી વધી ગઈ છે. જ્યારે રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યામાં પણ લગભગ 8 ગણો વધારો થયો છે. એક એપ્રિલના રોજ પ્રદેશમાં 2600 નવા કેસ મળ્યા હતા. જ્યારે 9 લોકોના મોત થયા હતા. ત્યારે એક્ટિવ કેસ 11918 હતા. જ્યારે 13 એપ્રિલના રોજ 18021 કેસ મળ્યા અને 85 મોત થયા. જ્યારે એક્ટિવ કેસ  95980 થયા છે. 

ADVT Dental Titanium

ત્યાર બાદ ઉત્તર પ્રદેશના અપર મુખ્ય સ્વાસ્થ્ય સચિવ અમિત મોહન પ્રસાદે જણાવ્યું કે લખનઉ, પ્રયાગરાજ, કાનપુર અને વારાણસીમાં વધુ સાવધાની વર્તવાની જરૂર છે. આ ચારેય જિલ્લા હાલ ખુબ સંવેદનશીલ છે. આ ચારેય જિલ્લામાંથી લગભગ 80 ટકા નવા કેસ આવી રહ્યા છે. પીએમ મોદીએ યુપીમાં પ્રતિ દિન ઓછામાં ઓછા દોઢ લાખ આરટીપીસીઆર ટેસ્ટ કરાવવાના નિર્દેશ આપ્યા છે. આ સાથે જ તમામ જિલ્લામાં કોવિડ સેન્ટર ફરીથી શરૂ કરવા આદેશ આપ્યો છે. 

આ પણ વાંચો…

Corona test drive: આજથી અમદાવાદમાં કોરોના ટેસ્ટની સૌથી મોટી ડ્રાઈવ, આ રીતે કરાવી શકશો કોવિડ ટેસ્ટ