Corona Update: દેશમાં કોરોનાએ તમામ રેકોર્ડ તૂટ્યા, 24 કલાકમાં 1.84 લાખથી વધુ કેસ અને 1027ના મોત

નવી દિલ્હી, 14 એપ્રિલઃ કોરોના વાયરસ(Corona Update)નો કહેર યથાવત પરંતુ સામે આવતા કેસોના આંકડા ડરામણા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા(Corona Update) મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં 1.84 લાખથી વધુ નવા દર્દીઓ નોંધાયા છે જ્યારે 1027 લોકોના મોત થયા છે. આરોગ્ય મંત્રાલયે એવા 10 રાજ્યોની યાદી બહાર પાડી છે જ્યાં ઝડપથી નવા કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ(Corona Update) છેલ્લા 24 કલાકમાં દેશમાં 1,84,372 નવા કોરોના દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસની સંખ્યા 1,38,73,825 પર પહોંચી ગઈ છે. જેમાંથી 1,23,36,036 લોકો રિકવર થયા છે અને 13,65,704 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં 1027 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા છે. આ સાથે કુલ મૃત્યુનો આંકડો 1,72,085 પર પહોંચી ગયો છે. રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં 11,11,79,578 લોકોને રસી આપવામાં આવી છે. 

Whatsapp Join Banner Guj

ઉલ્લેખનીય છે કે, દેશમાં એક જ દિવસમાં સામે આવી રહેલા કોવિડ કેસ (Corona Update)મામલે 80.8 ટકા કેસ આ 10 રાજ્યોમાંથી આવી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યું કે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી, કર્ણાટક, તમિલનાડુ, મધ્ય પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને કેરળમાં દૈનિક કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. 

ગુજરાતની વાત કરીએ તો, ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે. મંગળવારે અત્યાર સુધીના સૌથી વધુ 6690 દૈનિક કેસ નોંધાયા. આ સાથે જ સંક્રમણના કુલ કેસ વધીને 360206 થઈ ગયા છે. રાજ્યમાં એક જ દિવસમાં કોરોનાથી 67 લોકોના મોત થયા. રાજ્યમાં કોરાનાથી કુલ મૃત્યુનો આંકડો 4922 પર પહોંચી ગયો છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં નવા 2251 કેસ નોંધાયા જે ચિંતાજનક છે. 

ADVT Dental Titanium

તો બીજી તરફ મહારાષ્ટ્રમાં મંગળવારે કોરોના વાયરસના 60,212 નવા કેસ નોંધાયા હતા અને 281 લોકોના મોત થયા. સ્થિતિ જોતા રાજ્ય સરકારે 14 એપ્રિલ રાતે 8 વાગયાથી 15 દિવસ માટે રાજ્યવ્યાપી ‘કર્ફ્યૂ’ લગાવવાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે રાજ્યમાં હવે સંક્રમિત લોકોની સંખ્યા વધીને 3519208 થઈ ગઈ છે. જ્યારે કુલ  58,526 લોકોના કોરોનાના કારણે મોત થયા છે. 

આ પણ વાંચો….

વધતા કોરોનાના કેસ જોતા ભાજપના સાંસદે પંચાયત ચૂંટણી ટાળવા(postpone panchayat election)ની માગણી કરી… ટ્વીટ દ્વારા જણાવી લખનઉની હાલત