kumbh haridwar edited

કુંભના મેળાને બંધ કરતા નારાજ સાધુઓએ વડાપ્રધાનને કહ્યુ- પહેલા પ્રચારસભા(election rallies)ઓ બંધ કરો..!

પૂર્ણ કુંભ મેળો તો 12 વર્ષમાં એક જ વાર આવે છે. જ્યારે ચૂંટણીઓ દર પાંચ વર્ષે આવે છે માટે પહેલા ચૂંટણી પ્રચાર સભા(election rallies) બંધ કરો

હરિદ્વાર, 19 એપ્રિલઃ કોરોનાના કેસ વધવાના કારણે મહાકુંભને પ્રતિકાત્મક રીતે ઉજવણી કરવાની વાત વડાપ્રધાને કરી હતી. નોંધનીય છે કે, ઉત્તરાખંડના હરિદ્વાર માં ચાલી રહેલા કુંભ મેળા ને પ્રતિકારાત્મક રીતે ઉજવવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અખાડાના એક સંતને સૂચન કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ સૂચન અંગે અનેક સાધુ-સંતોએ તીવ્ર નારાજગી વ્યક્ત કરી છે. પોતાની નારાજગી વ્યક્ત કરતા સાધુ-સંતોએ વડાપ્રધાને કહ્યું કે, દેશમાં અનેક ઠેકાણે ચૂંટણી માટે જે પ્રચાર સભા(election rallies) યોજવામાં આવે છે, પહેલા તેને બંધ કરો. પૂર્ણ કુંભ મેળો તો 12 વર્ષમાં એક જ વાર આવે છે. જ્યારે ચૂંટણીઓ દર પાંચ વર્ષે આવે છે માટે પહેલા ચૂંટણી પ્રચાર સભા(election rallies) બંધ કરો.

election rallies

હરિદ્વારમાં ચાલી રહેલા કુંભમેળામાં જનાર વ્યક્તિઓ પર સુપર સ્પ્રેડર બનવાનો ભય તોળાઈ રહ્યો છે. અત્યાર સુધી અનેક સાધુ-સંતો પણ કોરોના ની ચપેટમાં આવી ગયા છે્ જ્યારે અખિલ ભારતીય શ્રી પંચ નિર્વાણી અખાડા ના મહામંડલેશ્વર કપિલ દેવદાસનું મૃત્યુ કોરોનાને કારણે નીપજ્યું હતું.

election rallies

ઉલ્લેખનીય છે કે, હરિદ્વારના સાધુઓને કુંભ મેળાને પ્રતીકાત્મક રીતે ઉજવવાનું સૂચન કરતા નરેન્દ્ર મોદીની ચૂંટણી સંદર્ભે આવનારા દિવસોમાં 6 અને અમિત શાહની 10 જાહેર સભા યોજાવાની છે.

આ પણ વાંચો….

સમગ્ર દેશમાં લોકડાઉન લાગુ કરવા બાબતે, કેન્દ્રિય ગૃહમંત્રી(Amit shah)એ કહી મોટી વાત- વાંચો શું કહ્યું શાહે…!