રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં વેક્સિનેશન (vaccination) ની પ્રક્રિયા ઝડપી બનાવવા રૂપાણી સરકારનો વધુ એક મહત્વનો નિર્ણય

ગાંધીનગર, 04 જૂનઃ CM રૂપાણીએ વેક્સિનેશન(vaccination)ને લઇને મહત્વનો નિર્ણય કર્યો હતો. જેમાં ગુજરાતના તમામ જિલ્લા મથકો પર આજથી 18થી 44 વર્ષના લોકોને વિનામૂલ્યે રસી આપવાના અભિયાનનો આરંભ કરવામાં આવ્યો છે. રાજ્યમાં રોજ સવા 2 લાખ યુવાઓને કોરોનાની રસી આપવા સુદ્રઢ આયોજન કરાયું છે. કુલ મળીને રૂપાણી સરકારે ત્રણ લાખ લોકોને રસી આપવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. એવામાં રૂપાણી સરકારે વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં રસીકરણની પ્રક્રિયા ઝડપી બનાવવા CM રૂપાણીએ મહત્વનો નિર્ણય લીધો છે.

Whatsapp Join Banner Guj

ગ્રામ્ય વિસ્તારમાં રસીકરણ(vaccination)ની પ્રક્રિયા ઝડપી બનાવવા હવે ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટરની મદદ લેવાશે. રસીકરણની પ્રક્રિયામાં ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટરની મદદ લેવાશે. આ કોમ્પ્યુટર ઓપરેટરને નોંધણી દીઠ 5 રૂપિયા ચુકવાશે.

ADVT Dental Titanium

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રસીકરણ(vaccination) અંગે જાહેરાત કરતાં જણાવ્યું કે, હાલ 45 વર્ષથી વધુ વય અને 18થી 44 વર્ષના લોકોને વિના મૂલ્યે રસી આપવામાં આવી રહી છે.ગુજરાત સરકારે ત્રણ કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો છે. મહત્વનુ છે કે અત્યાર સુધી 10 શહેરોમા રોજ 18થી 44 વર્ષના સવા લાખ યુવાઓને રોજ રસી આપવામાં  આવતી હતી પણ હવે જિલ્લા-તાલુકા મથકોએ પણ રસી લગાવાશે.

આ પણ વાંચો….

Aravalli: ડીગ્રી વગર એલોપેથી સારવાર કરતા ડોક્ટરની થઇ ધરપકડ