સોનાના દાગીના પર હોલમાર્ક(gold hallmark) નહીં હોય તો પણ નહીં કરવામાં આવે દંડ- વાંચો સંપૂર્ણ માહિતી

બિઝનેસ ડેસ્ક, 17 જૂનઃ કોવિડ -19 થી પ્રભાવિત સુવર્ણકારો(gold hallmark)ની વિનંતી બાદ સરકારે આ નિર્ણય લીધો છે. જો કે સરકારે કહ્યું હતું કે ગ્રાહકોની ફરિયાદો પર નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. ગ્રાહકો બીઆઇએસસીએઆરઇ એપ્લિકેશન અને કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રાલયના ગ્રાહક પોર્ટલ પર ફરિયાદ નોંધાવી શકે છે.

દેશમાં સોના પર હોલમાર્કિંગ(gold hallmark) આજ સુધી સ્વૈચ્છિક હતું. વર્ષ 2019 માં, કેન્દ્ર સરકારે 15 જાન્યુઆરી, 2021 થી સોના પર હોલમાર્ક ફરજિયાત બનાવવાની જાહેરાત કરી હતી. કોવિડ -19 રોગચાળાને કારણે સુવર્ણકારોએ વધુ સમય માંગ્યા પછી આ સમયમર્યાદા 15 જૂન 2021 સુધી મુલતવી રાખવામાં આવી હતી.

Whatsapp Join Banner Guj

મીડિયા રિપોર્ટ મુજબ, બ્યુરોઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (બીઆઈએસ) ના ડાયરેક્ટર જનરલ પ્રમોદકુમાર તિવારીએ જણાવ્યું હતું કે ગ્રાહકોના હિતનું રક્ષણ કરવા માટે આ એક મોટું પગલું છે. તેમણે કહ્યું કે સુવર્ણકારોને નવી સિસ્ટમ સાથે સુસંગત બનાવવા માટે સરકારે ઓગસ્ટ મહિના સુધી ફરજિયાત હોલમાર્કના ધોરણોનું પાલન ન કરવા બદલ દંડ ન કરવાનો નિર્ણય લીધો છે. નોંધનીય છે કે સોના પર હોલમાર્ક (gold hallmark)એ કિંમતી ધાતુની શુદ્ધતાનું પ્રમાણપત્ર છે, જેને હવે સરકારે તમામ સુવર્ણકારો માટે ફરજિયાત બનાવ્યું છે.

બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ યોગેશ સિંઘલે કહ્યું કે અમે સરકારના આ નિર્ણયને આવકારીએ છીએ. સિંઘલ કહે છે કે કોઈ પણ ઉદ્યોગપતિને હોલમાર્ક(gold hallmark) જ્વેલરી વેચવામાં કોઈ તકલીફ નથી. પરંતુ આ કાયદામાં એવી કેટલીક જોગવાઈઓ છે, જેને સરકારે પાછી ખેંચી લેવી જોઈએ. હવે સરકારે વેપારીઓને છૂટછાટ આપી છે, ત્યારે ઝવેરીઓને આ પ્રણાલીમાં ટેવાય જવા માટે સમય મળશે. યોગેશ સિંઘલ કહે છે કે ઘરેણાંની સપ્લાય ચેનમાં ઘણા વેપારીઓ, ઉત્પાદકો, સપ્લાયર્સ, જથ્થાબંધ વેપારીઓ છે. હવે સમય મળે તો આ બધાને રાહત મળશે.

વાંચો આ પણ…

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ(Amit shah) આ તારીખ આવશે ગુજરાતની મુલાકાતે, આ રહેશે કાર્યક્રમ