Palm oil price: ગૃહિણીઓ માટે સારા સમાચાર, તેલના ભાવમાં થયો ઘટાડો- વાંચો સંપૂર્ણ વિગત

Palm oil price: કેન્દ્ર સરકારના આ નિર્ણયને પગલે ગૃહિણીઓનાં કિચન-બજેટમાં થશે રાહત

નવી દિલ્હી, 30 જૂનઃ Palm oil price: કોરોનાની મહામારી બાદ તેલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો હતો. જેના કારણે સામાન્ય માણસોનું બજેટ ખોરવાઇ ગયું હતું. કેન્દ્ર સરકાર દ્વારા પામતેલની આયાત પર રહેલા શુલ્કમાં 10 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. એથી આગામી દિવસોમાં ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો થવાનો છે. પહેલાંથી મોંઘવારીમાં પિસાઈ રહેલા સામાન્ય નાગરિકોને તેલના ભાવમાં થનારો ઘટાડો રાહતરૂપ બનશે.

આપણા દેશમાં બે પ્રકારના તેલ(Palm oil price)ની આયાત થાય છે. એમા કાચું તેલ જે અહીં દેશમાં લોકલ લેવલ પર રિફાઇન્ડર એને રિફાઇન્ડ કરે છે. બીજું તેલ ડાયરેક્ટ વિદેશથી રિફાઇન્ડ થઈને તૈયાર ખાવાલાયક આવે. એથી સરકારના આયાત શુલ્કમાં ઘટાડો કરવાના નિર્ણયથી તેલના ભાવમાં ઘટાડો થશે. અહીં ઉલ્લેખનીય છે કે દેશમાં સૌથી વધુ વેચાતું એટલે કે ખવાતું તેલ પામ ઑઇલ છે. આપણા દેશમાં 70 ટકા પામ ઑઇલ ઇમ્પૉર્ટ થાય છે.

Whatsapp Join Banner Guj

અખિલ ભારતીય ખાદ્ય તેલ વ્યાપારી મહાસંઘના અધ્યક્ષ શંકર ઠક્કરે જણાવ્યું હતું કે આજે સરકાર દ્વારા કાચા પામોલિન પર આયાત શુલ્કમાં 10 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે. છેલ્લા એક વર્ષમાં ખાદ્ય તેલના ભાવમાં થયેલા ઘરખમ વધારાને પગલે સામાન્ય નાગરિકો પરેશાન થઈ ગયા હતા. એમાં સરકારના આ પગલાથી તેલના ભાવમાં ઘટાડો થવાનો છે.

જોકે આ વખતે પહેલી વખત સરકાર દ્વારા આયાત શુલ્કમાં ઘટાડો(Palm oil price) કરવાની 30 સપ્ટેમ્બર સુધીની મુદત રાખી છે. અત્યાર સુધી સરકાર કોઈ દિવસ આવી મુદત રાખતી નહોતી. એથી આ મુદત પૂરી થતાં જ ઇમ્પૉર્ટર દ્વારા એના પોતાના ફાયદા માટે ઉપયોગ કરવાનું ચાલુ કરવાનો ભય છે. એથી સરકારે આ પ્રકારની કોઈ મુદત નક્કી કરવી જોઈતી નહોતી એવું શંકર ઠક્કરે કહ્યું હતું.

અખિલ ભારતીય ખાદ્ય તેલ(Palm oil price) વ્યાપારી મહાસંઘના મહામંત્રી તરુણ જૈને જણાવ્યું હતું કે સરકારે તેલ પર લગાવેલો GST પણ હટાવાની આવશ્યકતા છે. એથી તેલના ભાવમાં તુરંત અસર જોવા મળત. આયાત શુલ્કમાં ઘટાડો પણ સારી બાબત છે, પરંતુ અનેક વખત એક્સપૉર્ટ કરનારા દેશો દ્વારા ભારતમાં આયાત શુલ્કમાં ઘટાડો કરવાની સાથે જ એક્સપૉર્ટ ફી વધારી નાખતા હોય છે. એથી ઘરગથ્થુ  ભાવમાં કોઈ ફરક પડતો નથી. આને કારણે દેશની તિજોરી પર જોકે ફટકો પડે છે.

આ પણ વાંચોઃ corona compensation: સુપ્રીમ કોર્ટનો મોટો નિર્દેશ સરકારને કહ્યું- ‘કોરોનાથી થયેલા મૃત્યુનું વળતર આપવું જ પડશે, રકમ કેન્દ્ર પોતે નક્કી કરે’- વાંચો શું છે મામલો?