Amul milk rate: સામાન્ય માણસનું દૂધ પીવું પણ મુશ્કેલ, પેટ્રોલ બાદ અમૂલે દૂધના ભાવમાં કર્યો વધારો- આવતીકાલથી ભાવ વધારો લાગુ

Amul milk rate: પેટ્રોલ પછી હવે દૂધમાં ભાવ વધારો, અમુલે 1 લીટર દૂધમાં 2 રૂપિયાનો ભાવ વધારો કર્યો

આણંદ, 30 જૂનઃ Amul milk rate: સમગ્ર દેશમાં પેટ્રોલ ડિઝલના ભાવમાં અસહ્ય ભાવ વધારો થયો છે. ત્યારે આ ભાવ વધારાને કારણે ટ્રાન્સપોર્ટેશનના ખર્ચમાં પણ વધારો થયો છે. ટ્રાન્સપોર્ટેશનમાં વધારાને કારણે અમૂલે દૂધની વિવિધ બ્રાન્ડના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.

કોરોનામાં લોકોના ખિસ્સા ખાલી રહ્યા છે. હાલમાં મોંઘવારીના ઊંચા દર વચ્ચે કોમનમેનને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. ગૃહિણીઓના બજેટ ખોરવાઈ રહ્યાં છે ત્યારે વધુ એક વધારો પ્રજાની કમર તોડી નાખશે. ગુજરાતમાં આવતીકાલથી અમૂલ શક્તિ, ગોલ્ડ અને તાજા દૂધના ભાવમાં એક રૂપિયા(Amul milk rate)નો વધારો થઈ રહ્યો છે.

Whatsapp Join Banner Guj

અમુલે એક લિટર દૂધના ભાવમાં બે રૂપિયા(Amul milk rate)નો વધારો કર્યો છે. આ ભાવ આવતી કાલથી લાગુ પડશે. જેને કારણે હવે અમુલની 500 મીલીની થેલી એક રૂપિયો મોંઘી થઈ જશે. અમુલ ગોલ્ડ ૫૦૦ મીલી પહેલા ૨૮ રૂપિયે હવે ૨૯ રૂપિયે મળશે. તેજ રીતે અમુલ તાજા શક્તિ ટી સ્પેસ્યલ બફેલો દુધ તમામમાં લિટરે ૨નો વાધારો કરાયો છે.

ગત 19મી જુને સુરતમાં સુમુલ દૂધમાં ભાવ(Amul milk rate) વધારો થયો હતો. જેને ગોલ્ડ, તાજા અને સ્લિમ & ટ્રિમ દૂધમાં ભાવ વધારો કર્યો હતો. લિટરે 2 રૂપિયાનો વધારો થયો છે. સુમૂલનું પણ ગોલ્ડ દૂધ હવે 60 રૂપિયા લિટર, તાજા દૂધ હવે 46 રૂપિયા લિટર અને ગાય દૂધ હવે 48 રૂપિયા લિટરનો ભાવ રાખ્યો છે.

આ પણ વાંચોઃ Palm oil price: ગૃહિણીઓ માટે સારા સમાચાર, તેલના ભાવમાં થયો ઘટાડો- વાંચો સંપૂર્ણ વિગત