worlds tallest horse death: ૬ ફૂટ અને ૧૦ ઇંચની ઉંચાઇ ધરાવતા વિશ્વના સૌથી ઉંચા ઘોડા બિગ જેકનું મુત્યુ
worlds tallest horse death: ફાર્મના માલિક જેરી દિલ્બર્ટની પત્ની વેલિસિયાએ માહિતી આપી હતી કે બે સપ્તાહ પહેલા દૂનિયાના સૌથી ઉંચા ઘોડાનું મુત્યુ થયું હતું
જાણવા જેવું, 10 જુલાઇઃ worlds tallest horse death: દુનિયામાં સૌથી ઉંચા ઘોડા બિગ જોકનું મુત્યુ થયું છે. ૨૦ વર્ષનો બિક જેક બેલ્ઝિયમના પોયનેટના સ્મોકી હોલો ફાર્મમાં રહેતો હતો.ફાર્મના માલિક જેરી દિલ્બર્ટની પત્ની વેલિસિયાએ માહિતી આપી હતી કે બે સપ્તાહ પહેલા દૂનિયાના સૌથી ઉંચા ઘોડાનું મુત્યુ થયું હતું પરંતુ મોત થવાનું કારણ જણાવ્યું ન હતું.
પરીવાર માટે બિગ જેકની વિદાયએ દૂખદ ક્ષણો હોવાથી તેને યાદ રાખવા માંગતા નથી. દુનિયાના સૌથી ઉંચા ઘોડાની ઉંચાઇ ૬ ફૂટ અને ૧૦ ઇંચ હતી. જયારે વજન ૧૧૩૬ કિલોગ્રામ હતું.
બિગ જેકનું ૨૦૧૦માં વિશ્વ રેકોડની બુકમાં સ્થાન મળ્યું હતું. ઘોડાનો માલિક જેરી જેકને ખરામાં અર્થમાં સુપર સ્ટાર સમજતો હતો. બિગ જેકનો જન્મ નેબ્રાસ્કામાં થયો હતો અને જન્મ સમયે તેનું વજન ૨૪૦ પાઉન્ડ એટલે કે ૧૦૯ કિલોગ્રામ હતું. જે સામાન્ય રીતે બેલ્ઝિયમના ઘોડાઓમાં જોવા મળે છે તેના કરતા ૪૫ કિલોગ્રામ વધારે હતું.
તેમણે કહયું કે બિગ જેકને નાનું સ્મારક બનાવીને યાદ રાખવા ઇચ્છે છે. જેક ખૂબજ શાંત પ્રકૃતિનો હતો. જેકના જવાથી જીવનમાં ખૂબજ ખાલિપો લાગે છે પરંતુ સચ્ચાઇ એ છે કે તે આ દુનિયામાં નથી.

આ પણ વાંચોઃ vikas kary announcement: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રૂ.7.65 કરોડના 17 કામોની કરશે જાહેરાત