Janagannath trinetra puja

Netrotsav vidhi: ભગવાન જગન્નાથજીની ૧૪૪મી રથયાત્રા પૂર્વે જગન્નાથજી મોસાળથી નિજમંદિરે પરત ફર્યા- નેત્રોત્સવ વિધિ યોજાઈ

Netrotsav vidhi: ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અમદાવાદ જગન્નાથજી મંદિરે નેત્રોત્સવવિધિ અને ધ્વજારોહણમાં જોડાયા

અમદાવાદ, 10 જુલાઇઃ Netrotsav vidhi: ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા અમદાવાદ જગન્નાથજીના મંદિરે નેત્રોત્સવવિધિ અને ત્યારબાદ મંદિરની ધ્વજારોહણ વિધિમાં જોડાયા હતા.

ભગવાન જગન્નાથજીની ૧૪૪મી રથયાત્રા પૂર્વે જગન્નાથજી મોસાળથી નિજમંદિરે પરત ફરતા નેત્રોત્સવ વિધિ યોજાઈ હતી.
ગૃહ રાજ્યમંત્રીએ જગન્નાથજીની પારંપરિક પૂજાવિધિમાં સહભાગી થયા બાદ ભગવાનની આરતી કરી હતી.

ગૃહ રાજ્યમંત્રીએ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદી સાથે મંદિરમાં યોજાયેલા ભંડારાની પણ મુલાકાત લીધી હતી.

netra puja

આ પ્રસંગે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ, અમદાવાદ શહેર મેયર કિરીટભાઈ પરમાર, ધારાસભ્યશ્રીઓ, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ જ્હા અને પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા પણ આ પૂજાવિધિમાં જોડાયા હતા. જગન્નાથજી મોસાળેથી નિજમંદીરે પરત આવતા ભાવિક ભક્તોએ પ્રભુ દર્શન કર્યા હતા.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચોઃ worlds tallest horse death: ૬ ફૂટ અને ૧૦ ઇંચની ઉંચાઇ ધરાવતા વિશ્વના સૌથી ઉંચા ઘોડા બિગ જેકનું મુત્યુ