Howrah Train Cancel: 01 ઓગસ્ટ ની અમદાવાદ-હાવડા સ્પેશ્યલ ટ્રેન રદ રહેશે

Howrah Train Cancel: દક્ષિણ પૂર્વ રેલવેના હાવડા સેક્શન પર પાણી ભરાવાના કારણે હાવડા સ્પેશિયલ ટ્રેન રદ રહેશે

અમદાવાદ, ૩૦ જુલાઈ: Howrah Train Cancel: દક્ષિણ પૂર્વ રેલવેના હાવડા સેક્શન પર પાણી ભરાવાના કારણે હાવડા સ્પેશિયલ ટ્રેન રદ રહેશે અને મધ્ય રેલવેના રુકડી- કોલ્હાપુર સેક્શન પર પંચગંગા નદીમાં પૂરને કારણે કોલ્હાપુર- અમદાવાદ સ્પેશિયલ મિરજથી નીકળશે.

આ પણ વાંચો: Pensioner moghvari bhathu: રાજ્ય સરકારના 9 લાખ 61 હજારથી વધુ અધિકારી/કર્મચારી-પેન્શનરોને મોંઘવારી ભથ્થાના બાકી એરીયર્સનો લાભ અપાશે..!

આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:

  1. ટ્રેન નંબર 02833 અમદાવાદ- હાવડા સ્પેશિયલ તારીખ 01 ઓગસ્ટ 2021 પેરિંગ રેકની અનુપલબ્ધતાને કારણે રદ રહેશે.
  2. ટ્રેન નંબર 01050 છત્રપતિ શાહુ મહારાજ ટ. કોલ્હાપુર- અમદાવાદ સ્પેશિયલ 31 જુલાઈ 2021 ના ​​રોજ મિરજથી અમદાવાદ સુધી દોડશે.

દેશ-દુનિયા ની ખબરો પોતાના મોબાઇલ માં વાંચવા માટે અહીં ક્લિક કરો