JMC collector

Pregnant vaccination booth: જામનગરની જી.જી.હોસ્પિટલમાં સગર્ભાઓ માટે રસીકરણ બૂથનો કલેકટર હસ્તે શુભારંભ

Pregnant vaccination booth: માતાઓ અને ગર્ભસ્થ શિશુને કોરોના મહામારીથી બચાવવા રસી લેવા અપીલ કરતા કલેકટર

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૩૦ જુલાઈ:
Pregnant vaccination booth: જામનગર ની ગુરુ ગોબિંદસિંગ સરકારી હોસ્પિટલમાં આજ સગર્ભા માતાઓ તથા ઓછી ઈમ્યુનીટી ધરાવતા / હાય રિસ્ક બાળકોના વાલીઓને કોરોના પ્રતિરોધક રસી આપવા માટે રસીકરણ બુથનો કલેક્ટર સૌરભ પારધીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો…High court asks government: ઓનલાઈન ગેમિંગની લતથી બાળકોની સુરક્ષા માટે નીતિ બનાવવા વિચાર કરવા હાઇકોર્ટનો સરકારને નિર્દેશ

Pregnant vaccination booth, GG Hospital Jamnagar

કલેક્ટરએ સગર્ભા માતાઓને કોઈપણ ભય વગર સરકારની ગાઈડલાઈન મુજબ કોવીડ-૧૯ પ્રતિરોધક રસી લઈ આ મહામારીથી સ્વયંને અને પોતાના શિશુને સુરક્ષિત રાખવા માટેના આ અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી.

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.

આ તકે, સંસ્થાના ડીન નંદિની દેસાઈ, તબીબી અધિક્ષક દિપક તિવારી, અધિક ડીન એસ.એસ.ચેટરજી તથા વિવિધ વિભાગના વડા / અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.