WR Train Schedule: પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ થઈને પસાર થતી સ્પેશિયલ ટ્રેનોની 03 જોડી પુન: સ્થાપિત કરવાનો નિર્ણય

WR Train Schedule: બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ સુપર ફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ની ફ્રિકવન્સી માં વધારો થવાને કારણે આ ટ્રેન હવે દરરોજ ચાલશે

અમદાવાદ, ૧૪ અગસ્ત: WR Train Schedule: મુસાફરોની સુવિધા માટે અને તેમની મુસાફરીની માંગણીઓને પહોંચી વળવા માટે, પશ્ચિમ રેલવે દ્વારા આગામી સૂચના સુધી અમદાવાદથી પસાર થતી સ્પેશિયલ ટ્રેનોની 03 જોડી ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એ જ રીતે, બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનની ફ્રિકવન્સી સપ્તાહમાં ત્રણ દિવસથી વધારીને દૈનિક કરવાના ફળ સ્વરૂપે હવે આ ટ્રેન દરરોજ દોડશે. મંડળ રેલવે પ્રવક્તા અમદાવાદના જણાવ્યા અનુસાર, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-

1. ટ્રેન નંબર 09073/09074 બાંદ્રા ટર્મિનસ – ગાંધીધામ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન (સાપ્તાહિક)

ટ્રેન નંબર 09073 બાન્દ્રા ટર્મિનસ – ગાંધીધામ સ્પેશિયલ બાંદ્રા ટર્મિનસથી દર શુક્રવારે 14.40 કલાકે ઉપડશે અને બીજા દિવસે 05.40 કલાકે ગાંધીધામ પહોંચશે. આ ટ્રેન 20 ઓગસ્ટ 2021 થી આગળની સૂચના સુધી ચાલશે. એ જ રીતે, ટ્રેન નંબર 09074 ગાંધીધામ – બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ ગાંધીધામથી દર ગુરુવારે 20.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 11.55 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.

આ ટ્રેન 19 ઓગસ્ટ 2021 થી આગળની સૂચના સુધી ચાલશે. આ ટ્રેન માર્ગમાં બોરીવલી, વાપી, વલસાડ, સુરત, વડોદરા, અમદાવાદ, વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, મોરબી, સામખિયાળી અને ભચાઉ સ્ટેશનો પર બંને દિશામાં ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ બેઠક કોચ રહેશે.

2. ટ્રેન નંબર 09035/09036 મુંબઈ સેન્ટ્રલ – પોરબંદર સૌરાષ્ટ્ર સ્પેશિયલ ટ્રેન (દૈનિક)

ટ્રેન નંબર 09035 મુંબઈ સેન્ટ્રલ – પોરબંદર સ્પેશિયલ ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી દરરોજ 09.20 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 05.30 કલાકે પોરબંદર પહોંચશે. આ ટ્રેન 18 ઓગસ્ટ 2021 થી આગળની સૂચના સુધી ચાલશે. એ જ રીતે ટ્રેન નંબર 09036 પોરબંદર – મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ પોરબંદરથી દરરોજ 21.20 કલાકે ઉપડશે અને બીજા દિવસે 19.30 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન 19 ઓગસ્ટ 2021 થી આગળની સૂચના સુધી ચાલશે.

આ પણ વાંચો: Partition Horrors Remembrance Day:વિભાજન વિભીષિકા સ્મુતિ દિવસ- 14 ઓગસ્ટના રોજ મનાવવામાં આવશે ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’

આ ટ્રેન માર્ગમાં દાદર, બોરીવલી, વિરાર, સફાલે, પાલઘર, બોઇસર, દહાનુંરોડ, ઘોલવડ, ઉંબરબરગામ રોડ, સંજાન, ભીલાડ, વાપી, ઉદવાડા, પારડી, વલસાડ, બીલીમોરા, અમલસાડ, નવસારી, મરોલી, ઉધના, સુરતસયાન, કીમ, કોસમબા, પાનોલી, અંકલેશ્વર, ભરૂચ, નબીપુર, પાલેજ, મિયાગામકર્રજન ઇટોલા, વિશ્વામિત્રી, વડોદરા, વસાડ, આણંદ, કંજરીબોરિયાંવ, નડિયાદ, મેહમદાવાદખેડારોડ, બરેજાદીનંદેજ, મણિનગર, અમદાવાદ, સાબરમતીં જં, ચાંદલોડિયા, સાણંદ, વિરમગામ, સુરેન્દ્રનગર, થાન, વાંકાનેર, રાજકોટ, હાપા, જામનગર, ભવંડ અને રાનાવ સ્ટેશનો પર બંને દિશાઓમાં રોકાશે. ટ્રેન નંબર 09035 વસઈ રોડ સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ હશે. આ ટ્રેનમાં AC 3 ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ બેઠક કોચ રહેશે.

3. ટ્રેન નંબર 09519/09520 ભાવનગર ટર્મિનસ-ઓખા સ્પેશિયલ ટ્રેન (દૈનિક)

ટ્રેન નંબર 09519 ભાવનગર ટર્મિનસ – ઓખા સ્પેશિયલ ભાવનગરથી દરરોજ 22.10 કલાકે ઉપડશે અને બીજા દિવસે 12.55 કલાકે ઓખા પહોંચશે. આ ટ્રેન 18 ઓગસ્ટ 2021 થી આગળની સૂચના સુધી ચાલશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09520 ઓખા – ભાવનગર ટર્મિનસ સ્પેશિયલ ઓખાથી દરરોજ 15.15 કલાકે ઉપડશે અને બીજા દિવસે 05.30 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે.

આ ટ્રેન 19 ઓગસ્ટ 2021 થી આગળની સૂચના સુધી ચાલશે. આ ટ્રેન માર્ગમાં બંને દિશાઓમાં ભાનગરપરા, સિહોર ગુજરાત, સોનગઢ, ઢોલા જંકશન, બોટાદ, રાનપુર, લીંબડી, વાધવાન સિટી, જોરાવરનગર, સુરેન્દ્રનગરગેટ, સુરેન્દ્રનગર, થાન, દલાડી, વાંકાનેર, સિંધવાડર, રાજકોટ, પદધારી, હદમતીયા જં, જાળીયાદેવાની, જામવાંથલી, અલિયાવાડા, હાપા, જામનગર, લખબાવલ, પીપલી, કનાલુસ, મોદપુર, ખંભાલિયા, ભટેલ, ભોપાલકા, ભાટિયા, દ્વારકા, ભીમરાણા અને મીઠાપુર સ્ટેશનો પર રોકાશે.

ટ્રેન નંબર 09519 ના બજુડ, અમરસર અને કનકોટ સ્ટેશન પર વધારાના સ્ટોપેજ હશે અને ટ્રેન નંબર 09520 ના કાદિગસર, મૂળીરોડ, રામપારડા અને વાગડિયા સ્ટેશન પર વધારાના સ્ટોપેજ હશે. આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ બેઠક કોચ રહેશે.

આ પણ વાંચો: Partition Horrors Remembrance Day:વિભાજન વિભીષિકા સ્મુતિ દિવસ- 14 ઓગસ્ટના રોજ મનાવવામાં આવશે ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’

ફ્રીક્વન્સી માં વધારો

ટ્રેન નંબર 09029/09030 બાંદ્રા ટર્મિનસ – અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન: ટ્રેન નંબર 09029/30 બાન્દ્રા ટર્મિનસ-અમદાવાદ સ્પેશિયલ ની ફ્રીક્વન્સી ને 16 ઓગસ્ટ 2021 ના રોજ થી ત્રિ-સાપ્તાહિકથી વધારીને દૈનિક ધોરણે ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

15 ઓગસ્ટ, 2021 થી ટ્રેન નંબર 09035/09036, તથા 09229 અને 09519/09520 નું બુકિંગ તથા 16 ઓગસ્ટ 2021 થી ટ્રેન નંબર 09073 અને 09074 નું બુકિંગ નિયુક્ત PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ઉપરોક્ત ટ્રેનો સંપૂર્ણપણે આરક્ષિત ટ્રેનો તરીકે ચાલશે. આ સ્પેશિયલ ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને રચના સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે આ સ્પેશિયલ ટ્રેનોમાં માત્ર કન્ફર્મ ટિકિટ ધરાવતા મુસાફરોને જ મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે. પશ્ચિમ રેલવે દ્વારા બોર્ડિંગ, મુસાફરી અને મુસાફરોના ગંતવ્ય દરમિયાન કોવિડ-19 તમામ સંબંધિત ધોરણો અને એસઓપીનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે.

દેશ-દુનિયા ની ખબરો પોતાના મોબાઇલ માં વાંચવા માટે અહીં ક્લિક કરો