Ambaji collector meeting

Ambaji devlopment: અંબાજી માં આવતા લાખ્ખો શ્રદ્ધાળુંઓ ને વધુ સુખ સુવિધા મળે, સાથે પ્રવાસન ધામ તરીકે પણ વિકસીત કરવાનાં હેતુસર બેઠક આયોજીત કરવામાં આવી હતી.

Ambaji devlopment: ચાલુ વર્ષે મેળો યોજાશે કે કેમ તે અંગે સરકાર નાં નિર્ણાયાધીન હોવાનુ જીલ્લા કલેકટરે જણાવ્યુ હતુ

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૧૪ ઓગસ્ટ:
Ambaji devlopment: ગુજરાત નાં માનીતા શક્તિપીઠ એવા અંબાજી ધામ ને વધુ વિકસાવવાં ને જ્યાં વધુ શ્રદ્ધાળુંઓ આવે સાથે પ્રવાસન ધામ તરીકે પણ વેગ મળે તેને લઇ અંબાજી વિસ્તાર વિકાસ અને યાત્રાધામ પ્રવાસન સત્તા મંડળ ની પ્રથમ બેઠક મ્યુનિસીપાલ્ટી કમીશ્નર બેનીવાલ નાં અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી.

આ બેઠક (Ambaji devlopment) માં યાત્રાધામ વિકાસ બોર્ડ નાં સચિવ, પ્રવાસન વિભાગ નાં સંયુક્ત સચિવ સહીત બનાસકાંઠા જીલ્લા કલેકટર અને જીલ્લા પોલીસવડા સહીત ઉચ્ચ અધીકારીઓ ની હાજરી માં આ બેઠક યોજવામાં આવી હતી. જે ને બેનીવાલે દિપ પ્રગટાવી બેઠક ની શરૂઆત કરી હતી. ખાસ કરી ને અંબાજી માં આવતા લાખ્ખો શ્રદ્ધાળુંઓ ને વધુ સુખ સુવિધા મળે, સાથો સાથ યાત્રાધામ ની સાથે પ્રવાસન ધામ તરીકે પણ વિકસીત કરવાનાં હેતુસર આ બેઠક આયોજીત કરવામાં આવી હતી.

આ પણ વાંચો…WR Train Schedule: પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ થઈને પસાર થતી સ્પેશિયલ ટ્રેનોની 03 જોડી પુન: સ્થાપિત કરવાનો નિર્ણય

એટલુંજ નહીં હાલ માં શ્રાવણ માસ નાં તહેવારો ને ભાદરવી પુનમ ને લઇ સ્થાનિક લોકો કોરોના થી સંક્રમીત ન બને તેમજ અંબાજી આવતા યાત્રીકો પણ સલામત રહે તે માટે અંબાજી શહેર માં કોરોના પ્રતિરોધક રસીકરણ ની કામગીરી 100 ટકા પુર્ણ કરી હોવાનું જીલ્લા કલેકટરે જણાવ્યુ હતુ.

જ્યારે અંબાજી ખાતે ભરાતો ભાદરવી પુનમ નો મેળો ગત્ત વર્ષે કોરોના ની મહામારી ને લઇ મુલતવી રખાયો હતો. ત્યારે ચાલુ વર્ષે મેળો યોજાશે કે કેમ તે અંગે સરકાર નાં નિર્ણાયાધીન હોવાનુ જીલ્લા કલેકટરે જણાવ્યુ હતુ

Whatsapp Join Banner Guj