Pm Modi 600x337 1

Partition Horrors Remembrance Day:વિભાજન વિભીષિકા સ્મુતિ દિવસ- 14 ઓગસ્ટના રોજ મનાવવામાં આવશે ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’

Partition Horrors Remembrance Day: વડાપ્રધાન કહ્યુ કે, તેનાથી ભેદભાદ અને દુર્ભાવનાનું ઝેર ઓછું થશે. દેશમાં 15 ઓગસ્ટ (15th August)ના રોજ 75મો સ્વતંત્રતા દિવસ (75th Independence Day) મનાવવામાં આવશે.

નવી દિલ્હી, 14 ઓગષ્ટઃ Partition Horrors Remembrance Day: વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ દેશભરમાં 14મી ઓગસ્ટને ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ તરીકે મનાવવાની જાહેરાત કરી છે. શનિવારે તેમણે ટ્વીટ કરીને આ અંગેની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, ભાગલા દરમિયાન લોકોના સંઘર્ષ અને બલિદાનની યાદમાં આ દિવસ મનાવવામાં આવશે.

વડાપ્રધાન કહ્યુ કે, તેનાથી ભેદભાદ અને દુર્ભાવનાનું ઝેર ઓછું થશે. દેશમાં 15 ઓગસ્ટ (15th August)ના રોજ 75મો સ્વતંત્રતા દિવસ (75th Independence Day) મનાવવામાં આવશે.

આ પણ વાંચો: Salary hike of bank employees: બેંક કર્મચારીઓ માટે સારા સમાચાર, જાણો કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં કેટલો કર્યો વધારો

વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરતા જણાવ્યુ હતું કે, દેશના ભાગલા વખતે થયેલા વિભાજનને ક્યારેય ભૂલી શકાય નહીં. નફરત અને હિંસાના કારણે આપણા લાખો ભાઈ બહેનોને વિસ્થાપિત થવું પડ્યુ અને પોતાનો જીવ પણ ગુમાવો પડ્યો. આ લોકોના સંઘર્ષ અને બલિદાનની યાદમાં 14 ઓગસ્ટનો દિવસ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે મનાવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

અન્ય એક ટ્વિટમાં લખે છે કે, આ દિવસે ભેદભાવ, વૈમનસ્ય અને દુર્ભાવનાના ઝેરને ખતમ કરવા માટે પ્રેરણા આપશે. તેનાથી એકતા, સામાજિક સદ્ભાવ અને માનવીય સંવેદનાઓ પણ મજબૂત થશે.

Whatsapp Join Banner Guj