ambaji yuva morcha

Ambaji marathon: યાત્રાધામ અંબાજીમાં પણ ભારતીય જનતા યુવા મોરચા દ્વારા મેરેથોન દોડ નું આયોજન કરવામાં આવ્યું

Ambaji marathon: મેરેથોન રેસ માં 1 થી 3 નંબરે આવનાર યુવાન ને સન્માન પત્ર સહીત રોકડ રકમ નું પુરસ્કાર એનાયત કરવામાં આવ્યું હતું

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૧૯ ઓગસ્ટ
: Ambaji marathon: ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકાર ને સુશાસનના 5 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે તેના ઊપ્લક્ષ માં વિવિધ યોજના હેઠળ નવ દિવસ ઉજવણી કરી સુશાસનમાં કરેલા કર્યો ને પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તેના ભાગ રૂપે યાત્રાધામ અંબાજીમાં પણ ભારતીય જનતા યુવા મોરચા દ્વારા મેરેથોન દોડ નું આયોજન કરવામાં આવ્યું હતું

Ambaji marathon

આ મેરેથોન (Ambaji marathon) માં મહત્તમ 42 જેટલા આદિવાસી યુવાનો એ ભાગ લઈ 4 કિલોમીટર લાંબી મેરેથોન રેસ કરી હતી આ મેરેથોન રેસ માં 1 થી 3 નંબરે આવનાર યુવાન ને સન્માન પત્ર સહીત રોકડ રકમ નું પુરસ્કાર એનાયત કરવામાં આવ્યું હતું જોકે આ મેરેથોન દોડ યુવાનો માં છુપાયેલી શક્તિ બહાર આવે અને સાથે રાષ્ટ્રીય ભાવના કેળવાય તેવા હેતુસર આ મેરેથોન રેસ નું આયોજન અંબાજી ભાજપા યુવા મોરચા દ્વારા કરવામાં આવ્યું હતું.

Whatsapp Join Banner Guj