vdr photographer

Photo Journalists Association of Vadodara: ફોટો જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ વડોદરા દ્વારા આયોજિત ફોટો પ્રદર્શનીના આઠમા સંસ્કરણને ખૂલ્લું મૂકાયું

Photo Journalists Association of Vadodara: વર્લ્ડ ફોટોગ્રાફી ડે ને આગવી રીતે સેલિબ્રેટ કરતા વડોદરાના ફોટોજર્નાલિસ્ટ

શહેરીજનો ત્રણ દિવસ કલાત્મક તસવીરોની પ્રદર્શની નિહાળી શકશે

  • રાજવી પરિવારના સમરજિતસિંહ ગાયકવાડના હસ્તે ફોટો એેક્ઝિબિસનનો શુભારંભ
  • નર્મદા-શહેરી વિકાસ રાજ્યમંત્રી યોગેશભાઈ પટેલ સહિતના મહાનુભાવો રહ્યા ઉપસ્થિત
  • ત્રિ-દિવસીય પ્રદર્શનીમાં પ્રથમ દિવસે મહાનુભાવો કલાત્મક તસવીરો નિહાળી અભિભૂત થયા: તસવીરકારોના પરિશ્રમને બિરદાવ્યો

વડોદરા, ૧૯ ઓગસ્ટ: Photo Journalists Association of Vadodara: રાજકીય, સામાજિક, ધાર્મિક વગેરે ઘટનાઓને પોતાની આગવી સૂઝબૂઝથી કેમેરાના માધ્યમથી કંડારનાર વડોદરાના નામી અખબારોના તસવીરકારોના ફોટો જર્નાલિસ્ટ એસોસિયેશન ઓફ વડોદરા દ્વારા આયોજિત ફોટો પ્રદર્શિની-CLIck-8 એટલે કે આઠ માં સંસ્કરણને વડોદરા રાજવી પરિવારના સમરજિતસિંહ ગાયકવાડે ખુલ્લુ મૂક્યું હતું.

આ પ્રસંગે નર્મદા-શહેરી વિકાસ રાજ્યમંત્રી યોગેશભાઈ પટેલ, સાંસદ રંજનબેન ભટ્ટ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વર્લ્ડ ફોટોગ્રાફી દિવસના ઉપલક્ષ્યમાં આયોજિત કીર્તિ મંદિર ખાતે આ પ્રદર્શનમાં તમામ મહાનુભાવોએ કેમેરા વડે એક ક્લીક કરી પ્રતિકાત્મક રીતે તસવીરો લીધી હતી.

Photo Journalists Association of Vadodara: છેલ્લાં આઠ વર્ષથી યોજાતી આ ફોટો પ્રદર્શનીમાં વર્ષ દરમિયાન કરેલ ફોટોગ્રાફીની ચુનિંદી તસવીરોને નાગરિકો માટે ખુલ્લી મૂકવામાં આવે છે. જેમા કલારસિક નાગરિકો પૂરા ઉત્સાહ સાથે નિહાળવા ઉમટી પડે છે. ત્યારે ત્રિ-દિવસીય પ્રદર્શનીમાં પ્રથમ દિવસે મહાનુભાવો કલાત્મક તસવીરો નિહાળી અભિભૂત થયા હતા અને તસવીરો માટે કરેલા તેમના પરિશ્રમને બિરદાવ્યો હતો.

કોરોના કાળની ખુવારીની, રાજકીય ઘટનાઓ-રેલીઓ, સામાજિક સમસ્યાઓને ઉજાગર કરતી, ભારતીય સાંસ્કૃતિક વારસાને, ધાર્મિક તહેવારો અને આસ્થાને વ્યક્ત કરતી, રમત-ગમત અને પ્રકૃતિની બેનમૂન કલાત્મક વડોદારના અખબારી તસવીરકારો દ્વારા ઝીલાયેલી તસવીરો પ્રદર્શનમાં જોવા મળે છે.

World Photography Day: જામનગરમાં વર્લ્ડ ફોટોગ્રાફી ડે ની ઉજવણી કરાય

આ પ્રદર્શનીમાં ફોટોજર્નાલિસ્ટ ભૂપેન્દ્ર રાણા, અશ્વિન રાજપૂત, ભરત પારેખ, ચંદનગિરી, વલ્લભ શાહ, જિગ્નેશ જોષી, કમલેશ સુર્વે, કેયુર ભાટીયા, કીર્તિ પડિયા, પ્રણય શાહ અને રણજિત સુર્વેની ચુનિંદી તસવીરો રજૂ કરવામાં આવી છે. આ અવસરે નર્મદા-શહેરી વિકાસ રાજ્યમંત્રી યોગેશભાઈ પટેલે જણાવ્યું કે, તસવીરકારો એક-એક તસવીરમાં માટે ખૂબ જહેમત ઉઠવતા હોય છે. એક ક્લીક પાછળ તેમનો અથાગ પરિશ્રમ હોય છે. ત્યારે સમગ્ર વર્ષ દરમિયાન તેમણે કરેલા કામના નિચોડરૂપે તેઓની ચુનિદી તસવીરોને આજે અહીં રજૂ કરવામાં આવી છે. જે ખરેખર દર્શનીય છે.

Kalrav Joshi: લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં હવે સંભળાશે વડોદરાનો કલરવ

આ અવસરે વડોદરા રાજવી પરિવારના મોભી સમરજિતસિંહ ગાયકવાડે જણાવ્યું કે, દર વર્ષે ફોટો જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ વડોદરા (Photo Journalists Association of Vadodara) દ્વારા સુંદર પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે. કોરોના મહામારીની તસવીરો ખૂબ હૃદયસ્પર્શી છે. સાથે જ તેમણે વડોદરાના નાગરિકોને આ ફોટો પ્રદર્શિની (Photo Exhibition) અચૂક નિહાળવા અનુરોધ કર્યો હતો.

સાંસદ રંજનબેન ભટ્ટે જણાવ્યું કે, ફોટોગ્રાફી માટે શાર્પ નજરની આવશ્યકતા હોય છે. સૂક્ષ્મ બાબતોને પણ કલાત્મક રીતે પોતાના કેમેરામાં કેદ કરતા હોય છે. તેવી જ તસવીરો અહીં પ્રદર્શિનીમાં મૂકવામાં આવી છે. ખાસ કરીને કોરોના કાળમાં વેઠવી પડેલી મુશ્કેલીઓ સહિતના વિષયો પર વેધક તસવીરો મૂકવામાં આવી છે. આ સાથે તેમણે તસવીરકારોને સુંદર પ્રદર્શનીનુ આયોજન કરવા માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. કીર્તિ મંદિર ખાતે આયોજિત આ પ્રદર્શની નિહાળવા ધારસભ્ય સીમાબેન મોહિલે, નગરસેવકો અને શહેરના પ્રતિષ્ઠિત નાગરકો ઉપસ્થિત રહ્યા હતા.

Whatsapp Join Banner Guj