wr sadbhavana divas

Sadbhavana divas: અમદાવાદ મંડળ પર સદભાવના દિવસ ઉજવવામાં આવ્યો

Sadbhavana divas: મંડળ રેલ પ્રવક્તાએ માહિતી આપતા જણાવ્યું કે ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની સ્મૃતિમાં આપણે તેમનો જન્મદિવસ તારીખ 20 ઓગસ્ટના રોજ “સદભાવના દિવસ” તરીકે ઉજવીએ છીએ.

અમદાવાદ , ૨૦ ઓગસ્ટ: Sadbhavana divas: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર તારીખ 20 ઓગસ્ટ, 2021 ના ​​રોજ સદભાવના દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે અપર મંડળ રેલ પ્રબંધક પરિમલ શિંદે દ્વારા સદભાવના શપથ લેવડાવવામાં આવી.

મંડળ રેલ પ્રવક્તાએ માહિતી આપતા જણાવ્યું કે ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની સ્મૃતિમાં આપણે તેમનો જન્મદિવસ તારીખ 20 ઓગસ્ટના રોજ “સદભાવના દિવસ” (Sadbhavana divas) તરીકે ઉજવીએ છીએ. આ પ્રસંગે રેલવેના તમામ ભાષા-ભાષી, વિવિધ ધર્મમાં શ્રદ્ધા રાખનાર કર્મચારિયોંમાં રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા પ્રત્યેની ભાવનાને મજબૂત કરીને ભાઈચારાની ભાવના વિકસાવવાના હેતુથી મંડળના અધિકારીયોં અને કર્મચારિયોં દ્વારા કોવિડ-19 મહામારીને ધ્યાનમાં રાખીને પ્રતિજ્ઞા લેવામાં આવી.    

આ પ્રસંગ પર શિંદેએ આ શપથના ઉદ્દેશ્ય પર પ્રકાશ પાડ્યો અને કહ્યું કે જો આપણાં કાર્યાલયોમાં રોજિંદા કામકાજ દરમિયાન મતભેદને કારણે કોઈ વિવાદ ઉત્પન્ન થાય તો, પરસ્પર ચર્ચા અને બંધારણીય જોગવાઈઓના માધ્યમથી ઉકેલી શકાય છે. તેમણે ભારતીય રેલવેની પ્રગતિ માટે સમાન ધ્યેય ધરાવતી ટીમ તરીકે કાર્ય કરવાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો.

jaishankar cuts short overseas visit: અફઘાનિસ્તાન પર આવેલા સંકટ વચ્ચે વિદેશ મંત્રી જયશંકરે વિદેશ પ્રવાસ વચ્ચે જ છોડવો પડ્યો- વાંચો વિગત

તેમણે તમામ અધિકારીઓને મતભેદો ઉકેલવા અને તેમના આધીન કાર્ય કરતા કર્મચારિયોંને પ્રોત્સાહિત કરવા માટે સદભાવના સંકલ્પને અમલમાં મૂકવા અપીલ કરી હતી.

Whatsapp Join Banner Guj