Jugari

Ambaji police raid: અંબાજી માંથી 8 જુગારીઓ પકડાયા, શક્તિ ભુવન ખાતે પોલીસ ત્રાટકી

Ambaji police raid: કેટલાક તત્વો દર્શન ના બહાને મા અંબાના પવિત્ર ધામમાં હોટેલ ગેસ્ટ હાઉસમાં રૂમ ભાડે રાખીને જુગાર રમતા હોય છે

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૨૦ ઓગસ્ટ:
Ambaji police raid: શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે હાલમાં કોરોના કહેર ઓછો થતાં લોકો દેવદર્શન તરફ જઈ રહ્યા છે ત્યારે કેટલાક તત્વો દર્શન ના બહાને મા અંબાના પવિત્ર ધામમાં હોટેલ ગેસ્ટ હાઉસમાં રૂમ ભાડે રાખીને જુગાર રમતા હોય છે ત્યારે પાલનપુર થી આવેલી એલસીબી પોલીસે અંબાજી દાતા રોડ ઉપર આવેલ શક્તિ ભુવન ધર્મશાળામાં જુગાર રમતા આ જુગારીઓની ધરપકડ કરી હતી આ જુગારીઓ વિસનગર મહેસાણા જિલ્લાના રહેવાસી હતા. પોલીસે 6 મોબાઈલ અને રોકડ રકમ સહિત તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Bundelkhand: બુંદેલખંડમાં હોનારતના કારણે ખેડૂતો તબાહ, 15 અબજની ખેતી સડી ગઈ- વાંચો વિગત

Ambaji police raid: જે આર મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ, ભુજ તથા બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલ સાહેબે જિલ્લામાં દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત-નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા એચ.પી.પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર તથા આર.જી. દેસાઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી પાલનપુરના ઓના માર્ગદર્શન હેઠળ થતા જી.એમ. ભૂંભાણી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા હે.કો. નરપતસિંહ તથા નરેશભાઈ તથા દિગ્વિજયસિંહ તથા મહેશભાઈ તથા ઈશ્વરભાઈ તથા દિનેશભાઈ તથા પ્રકાશભાઈ તથા પ્રવીણભાઈ તથા પ્રભુજી નાઓ અંબાજી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે શક્તિ ભુવનમાં ગંજીપાના થી હાર જીતનો જુગાર રમી રમાડે છે જે હકીકત આધારે સદરે જગ્યાએ રેઇડ કરતા આઠ ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામા આવી છે

Whatsapp Join Banner Guj